BJP ના ઉમેદવાર પર ECની કાર્યવાહી
ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ અને તમલુક સીટ પરથી ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાય વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EC એ ગંગોપાધ્યાય પર 24 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. કમિશને તેમની ટિપ્પણીઓની નિંદા કરતા કહ્યું કે તેઓ નિમ્ન-સ્તરના વ્યક્તિગત હુમલા અને મહિલાઓનું સીધું અપમાન છે. TMC એ અભિજીત વિશે ફરિયાદ કરી હતી કે તે CM મમતા બેનર્જી પર વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા છે.

