Belly Fat Loss Tips

Belly Fat Loss Tips : તમારે પણ ખુરશી પર સતત બેસીને કામ કરવાના કારણે વધી ગયુ છે પેટ, તો આ ટિપ્સ ફોલો કરો- વાંચો વિગત

હેલ્થ ટિપ્સ, 23 સપ્ટેમ્બરઃ Belly Fat Loss Tips: અત્યારની ફાસ્ટ લાઇફમાં લોકો ફાસ્ટ ફૂડનું સેવન પણ વધુ કરે છે, તેના કારણે શરીરમાં મેદસ્વીતા વધતી જાય છે. જેનુ મુળ કારણ ખરાબ લાઇફસ્ટાઇલ છે. ખાસ કરીને પેટનો ભાગ ખૂબ જ વધેલો જોવા મળે છે. તેથી વ્યક્તિ એવુ વિચારે છે કે, લટકતા પેટને ઓછું કરવા માટે જીમમાં જવું પડશે અને કસરત કરવી પડશે, પરંતુ તમને આશ્ચર્ય થશે કે ખુરશી પર બેઠા બેઠા પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. તેના માટે તમારે કેટલીક સરળ કસરતો કરી શકો છો.

જી, હાં ખુરશી પર બેસતી વખતે તમારા પગને ઉંચકવા અથવા ખેંચવાથી પણ ફાયદો થઈ શકે છે. યોગ્ય પોઝ બનાવી રાખવો અને દર કલાકે થોડીવાર માટે ઉભા થઈને ચાલવું એ પણ તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. આ આદતોને નિયમિત રીતે અપનાવીથી તમે ખુરશી પર બેઠા બેઠા પણ તમારા પેટની ચરબી ઘટાડી શકો છો.

આ પણ વાંચોઃ Train overturning conspiracy: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર વિશે મોટો ખુલાસો, આરોપીની ઓળખ થતા પોલીસ પણ ચોંકી ઉઠી..!

સ્ટ્રેચિંગ

ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા સ્ટ્રેચિંગ કરવાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. દર કલાકે થોડી મિનિટો માટે સ્ટ્રેચ કરવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. હા ખરેખર, સ્ટ્રેચિંગ કરવાથી મસલ્સ ખેંચાય છે અને પેટના મસલ્સ એક્ટિવ થાય છે. જેનાથી કેલરી બર્ન થાય છે અને પેટની ચરબી પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. સીટીંગ ક્રંચિસ કરીને પણ પેટની ચરબી ઘટાડી શકાય છે.

વધુ પાણી પીઓ
તમે સારી રીતે હાઇડ્રેશન રાખીને પણ પેટની ચરબી ઘટાડી શકો છો. ડિહાઇડ્રેશન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, તેને કારણે કબજિયાત પણ થઈ શકે છે. જે પેટ ફૂલવુંનું કારણ બની શકે છે. બેસીને પાણી પીવાથી પાચન અને મેટાબોલિઝમમાં સુધારો કરી શકાય છે. પેટની ચરબી ઘટાડવા માટે પાણી મહત્વપૂર્ણ છે કારણ કે ચરબીને તોડવા માટે હાઇડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીતે પાણી પેટની ચરબી ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

બટરફ્લાય
આ આસન કરીને પેટની ચરબીથી છુટકારો મેળવી શકાય છે. પેટની ચરબી ઘટાડવા ઉપરાંત, આ આસન કરવાથી તણાવ પણ દૂર કરવા માટે ખૂબ જ સારું આસન છે. તમે તમારી ખુરશી પર આરામથી બેસો અને તમારા પગ ફેલાવો, પછી તમારા ઘૂંટણને વાળો અને તમારા પગને પેલ્વિસ તરફ લાવો. હવે તમારા પગના તળિયાને એકસાથે દબાવો અને તેમને તમારા હાથથી પકડી રાખો. આ પછી ધીમે ધીમે ઘૂંટણને બટરફ્લાયની પાંખોની જેમ ઉપર અને નીચે કરો.

આ પણ વાંચોઃ ISS Commander: આજે ISSથી પૃથ્વી પર પરત ફરશે આ અંતરીક્ષ યાત્રી, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને સુનીતા વિલ્યમ્સને આપી મોટી જવાબદારી- વાંચો વિગત

લેગ રેઇઝ
જો તમે થાકી ગયા હોવ અને કસરત કરવાની ઇચ્છા ન થાય, તો તમારા પગને હવામાં રાખીને કોઈ અક્ષર અથવા તો નંબર બનાવો. પેટની ચરબી ઘટાડવા માટે આ એક સારી કસરત હોઈ શકે છે. આને આપણે પગની કસરત અથવા લેગ રેઇઝ પણ કહીએ છીએ. જ્યારે તમે તમારા પગ વડે કોઈ નંબર બનાવો છો, ત્યારે તે ફક્ત તમારા પગના મસલ્સને જ મજબૂત બનાવે છે, પરંતુ તે તમારા કોર મસલ્સને પણ એક્ટિવ કરે છે. આ કસરત દરમિયાન પેટના મસલ્સ ટોન થાય છે.

સીધા બેસો
ખુરશી પર બેસતી વખતે યોગ્ય પોઝ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં પીઠને સીધી રાખવામાં અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. યોગ્ય પોઝમાં બેસવાથી પેટના મસલ્સ એક્ટિવ રહે છે. ઓફિસમાં નીચે વળીને બેસવાનું ટાળો. એક રિસર્ચ પ્રમાણે, સીધા બેસવાથી તમે દરરોજ 350 વધારાની કેલરી બર્ન કરી શકો છો. આખો દિવસ યોગ્ય પોઝમાં બેસીને પેટની ચરબી ઓછી કરી શકાય છે.