BCCI Rejects Bangladesh Offer

BCCI Rejects Bangladesh Offer: BCCIએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી T20 વર્લ્ડકપ 2024ની યજમાની નકારી, હવે જણાવ્યું કારણ..

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 ઓગષ્ટઃ BCCI Rejects Bangladeshs Offer: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સેક્રેટરી જય શાહે ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ આયોજિત ન કરાવવા પાછળનું કારણ જણાવ્યું છે. ભારતે છેલ્લે વર્ષ 2022માં બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ નું આયોજન કર્યું હતું. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ રમી હતી. પરંતુ બીસીસીઆઈ પિન્ક બોલથી મેચ યોજવામાં ખચકાટ અનુભવે છે.

હાલમાં જ બીસીસીઆઈના સેક્રેટરીએ આ પગલા પાછળનું કારણ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે આવી મેચોમાં પરિણામ ઝડપથી આવી જાય છે. બીસીસીઆઇએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી ભારતને મહિલા T20 વર્લ્ડકપ 2024ની યજમાની કરવા માટેની વિનંતીને નકારી દીધી છે.

આ પણ વાંચોઃ RSS News:બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને મામલે મોદી સરકારની ચૂપીથી RSSમાં રોષ, વાંચો વિગત

ICC મહિલા T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 3 ઓક્ટોબરથી થવાની છે, અને ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં બે સ્થળોએ યોજાવાની છે.તેમણે ખુલાસો કર્યો હતો કે, બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલના કારણે ઘણો તણાવ છે અને BCB(Bangladesh Cricket Board) માટે ત્યાં ઈવેન્ટનું આયોજન કરવું પડકારજનક છે.

તેમણે વધુમાં કહ્યું હતું, ‘આવતા વર્ષે અમે 50 ઓવરના મહિલા વર્લ્ડકપની યજમાની કરીશું. અમે એવો કોઈપણ સંકેત આપવા માંગતા નથી કે અમે વર્લ્ડકપ વારંવાર હોસ્ટ કરવા માંગીએ છીએ, બાંગ્લાદેશે બીસીસીઆઈને પૂછ્યું હતું કે શું તેઓ આ ટુર્નામેન્ટનું આયોજન કરી શકે છે, પરંતુ મેં સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આવતા વર્ષે અમે વનડે મહિલા વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યા છીએ, હું એવી એવી છાપ આપવા માંગતો નથી કે હું એક પછી એક વર્લ્ડ કપનું આયોજન કરવા માંગુ છું.’

આ પણ વાંચોઃ PM meets indian olympic contingent: વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત, ખેલાડીઓને આપી ખાસ ભેટ

બીસીસીઆઈ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તમે પાંચ દિવસની મેચ માટે ટિકિટ ખરીદો છો, પરંતુ રમત 2-3 દિવસમાં પૂરી જાય છે. તેમાં કોઈ રિફંડ નથી મળતું. હું તેને લઈને થોડો લાગણીશીલ છું.” ભારતે ઘરઆંગણે ત્રણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે અને તેમાંથી કોઈ પણ ત્રણ દિવસથી વધુ ચાલી નથી. અમદાવાદમાં આયોજિત મેચ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. ભારતની એકમાત્ર હાર ડે-નાઈટ મેચમાં એડિલેડમાં થઈ હતી, જ્યાં ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટીમનો 87 વર્ષમાં સૌથી ઓછો સ્કોર હતો.’