Balika Samridhi Yojana

Balika Samridhi Yojana: શું તમને પણ દિકરીના ભણતર માટેના ખર્ચની ચિંતા છે?, તો જાણો આ સહાય યોજના વિશે…

એજ્યુકેશન ડેસ્ક, 11 નવેમ્બરઃ Balika Samridhi Yojana: “બાલિકા સમૃદ્ધિ યોજના” 1997માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. તેનો મુખ્ય હેતુ દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવાનો અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ યોજના હેઠળ, દીકરીના જન્મ પછી તરત જ માતાને ₹500 ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ, દીકરીના ધોરણ 1થી 10 સુધીના શિક્ષણ માટે દર વર્ષે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ સીધી પરિવારના ખાતામાં જમા થાય છે, જેથી દીકરીના શિક્ષણ સંબંધિત ખર્ચો સરળતાથી પૂરો કરી શકાય.

ધોરણ પ્રમાણે શિષ્યવૃત્તિની રકમ
જન્મ પછી: માતાને ₹500 ની સહાય
ધોરણ 1 થી 3: દર વર્ષે ₹300
ધોરણ 4: દર વર્ષે ₹500
ધોરણ 5: દર વર્ષે ₹600
ધોરણ 6 અને 7: દર વર્ષે ₹700
ધોરણ 8: દર વર્ષે ₹800
ધોરણ 9 અને 10: દર વર્ષે ₹1000
આ નાણાકીય સહાય BPL પરિવારો માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જે તેમને દીકરીના અભ્યાસ, પાઠ્યપુસ્તકો, ગણવેશ અને અન્ય જરૂરી વસ્તુઓ માટે મદદરૂપ બને છે.

આ પણ વાંચોઃ Gujarat High Alert: દિલ્હી બ્લાસ્ટ બાદ ધાર્મિક સ્થળ સહિતની જગ્યાઓ પર સુરક્ષામાં વધારો, ગુજરાત હાઇએલર્ટ જાહેર

આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે (BPL) આવતાં પરિવારો માટે છે. શહેરી કે ગ્રામ્ય વિસ્તાર – બંનેમાં રહેલા BPL પરિવારો તેમની દીકરી માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. હાલांकि, એક પરિવારમાંથી ફક્ત બે દીકરીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ઉપરાંત, દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી આવશ્યક છે અને તેનું જન્મ પ્રમાણપત્ર જરૂરી છે.

અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
આ યોજનાની અરજી પ્રક્રિયા ઓફલાઇન છે અને સરળ પણ છે. ફોર્મ તમે તમારા નજીકના નીચેના સ્થળેથી મેળવી શકો છો:

આંગણવાડી કેન્દ્ર
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ (BDO)
મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસ

જરૂરી દસ્તાવેજો:
દીકરીનું જન્મ પ્રમાણપત્ર
માતા-પિતાનું આધાર કાર્ડ
BPL રેશન કાર્ડ
સરનામાનો પુરાવો
આવકનું પ્રમાણપત્ર
કુટુંબના ફોટા
બેંક અથવા પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ
ફોર્મ ભર્યા પછી, તેને તમામ દસ્તાવેજો સાથે જમા કરો. એકવાર અરજી મંજૂર થયા પછી, સહાયની રકમ સીધી માતાના ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Dharmendra:આજ સવારથી ધર્મેન્દ્રના અવસાનની ખબરો ફેલાતા, હેમા માલિની અને દીકરી ઇશા દેઓલે કરી સ્પષ્ટતા, વાંચો વિગત