નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ Azerbaijan Plane Crash: કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં સવાર 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સહિત તમામના મોત થયા હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 110 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. વિમાન દુર્ઘટનાનો દર્દનાક વીડિયો જોતાં લાગી રહ્યું છે કે, તમામના મોત નીપજ્યા હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
The preliminary cause of the crash of the aircraft of the #Azerbaijan|i company AZAL in #Kazakhstan was a collision with a flock of birds. According to preliminary data, there’re 67 passengers & 5 crew members on the plane flying from Baku to Grozny/#Russia, 12 people survived. pic.twitter.com/t2WMy2uA84
— Karina Karapetyan (@KarinaKarapety8) December 25, 2024
પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું.
That’s really spine chilling 🥶🥶
New video shows plane carrying 72 people crashing near Aktau Airport in #Kazakhstan.
The visuals are definitely not for the faint hearted.😢😢 pic.twitter.com/8Vf8pX66jC
— SS Sagar (@SSsagarHyd) December 25, 2024
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Skin Care Tips: રાત્રે સૂતા પહેલા લગાવો આ 5 વસ્તુઓ, સવારે ખીલી ઉઠશે ચહેરો…

