Saif Ali Khan

Attacked on Saif:સૈફ અલી ખાન પર થયો છરીથી હુમલો, ચોરે બાંદ્રાના ઘરમાં ઘૂસીને કર્યા ઘા, જાણો શું કહ્યું પોલીસે?

બોલિવૂડ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ Attacked on Saif: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેના બાંદ્રા સ્થિત ઘરમાં ચોરી થઈ રહી હતી. ગુરુવારે વહેલી સવારે ચોરો તેમના ઘરમાં ઘૂસ્યા હોવાનું જણાવાયું હતું. જ્યારે એક્ટરે ચોરનો વિરોધ કર્યો ત્યારે ચોરે તેના પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં એક્ટરને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં સૈફ અલી ખાન ખતરામાંથી બહાર છે.

ખરેખર સૈફ અલી ખાન પર હુમલો સવારે લગભગ 4 વાગ્યે થયો હતો. બાંદ્રામાં આવેલા ઘરમાં એક્ટર અને પરિવારના બીજા સભ્યો સૂતા હતા. એટલામાં જ એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો. સૈફ અલી ખાનને ભનક લાગી તો તેણે ચોરનો સામનો કર્યો. આ પછી ચોર અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ. આમાં ચોરે સૈફ પર ઘણી વાર છરી વડે હુમલો કર્યો.

આ પણ વાંચો: GUJCET 2025 Exam: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ, જાણો સંપૂર્ણ વિગત

આમાં સૈફના હાથમાં ઈજા થઈ હતી. આ પછી ચોર ઘટનાસ્થળેથી ભાગી ગયો. સૈફ અલી ખાનને વહેલી સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ તરફથી માહિતી મળી છે કે તે ખતરામાંથી બહાર છે. દરમિયાન, પોલીસે હવે ચોરની શોધ શરૂ કરી દીધી છે.

હાલમાં પણ પોલીસ સૈફ અલી ખાનના ઘરે હાજર છે. ઘટના કેવી રીતે બની, ચોર કેવી રીતે અંદર આવ્યા, આ બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક જ ચોરે આ ગુનો કર્યો છે. પોલીસનું કહેવું છે કે સૈફ અલી ખાનના નોકરે ચોરને પકડવાની કોશિશ કરી હતી. પછી સૈફ પણ આવ્યો અને તેની ચોર સાથે ઝપાઝપી થઈ. સૈફ પોતાના ઘરના નોકરને બચાવતી વખતે ઘાયલ થયો. પોલીસ ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Mahakumbh 2025: મહાકુંભમાં બે દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, બન્યા છે અનોખા રેકોર્ડ પર રેકોર્ડ!