Armaan Malik Wedding

Armaan Malik Wedding: પ્લેબેક સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે કર્યા લગ્ન, તસ્વીરો જોઇ ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા

બોલિવુડ ડેસ્ક, 02 જાન્યુઆરીઃ Armaan Malik Wedding: પ્લેબેક સિંગર અરમાન મલિકે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે આજે લગ્ન કર્યા. સિંગરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ARMAAN MALIK (@armaanmalik)

અરમાને વર્ષની શરૂઆતમાં જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. હાલમાં જ તેણે લગ્નની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ‘તુ હી મેરા ઘર.’ અરમાન મલિક બેબી પિંક શેરવાનીમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. તેમજ આશના લાલ ડ્રેસમાં દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ અરમાન મલિકને શુભકામનાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ Khel Ratna Award: ભારત સરકારે આ ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની કરી જાહેરાત કરી, 32 ખેલાડીને અપાશે અર્જુન પુરસ્કાર

એક યુઝરે લખ્યું, ‘સરપ્રાઈઝ કરવાની કેવી રીત.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આજનો દિવસ અમારા માટે મોટો દિવસ બની ગયો છે. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ખૂબ જ સુંદર ફોટોઝ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘અરમાને લગ્નની તસવીરો એટલી અચાનક બતાવી છે કે મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે બંનેના લગ્ન છે.’

ઉલ્લેખનીય છે કે, આશના શ્રોફ ફેશન અને બ્યુટી બ્લોગર અને યુટ્યુબર છે. તેને કોસ્મોપોલિટન લક્ઝરી ફેશન ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર 2023 તરીકે પસંદ કરવામાં આવી હતી. અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતુ. બાદમાં, અરમાને આશના માટે ‘કસમ સે – ધ પ્રપોઝલ’ નામનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કર્યો હતો. તેના લગભગ બે મહિના પછી બંનેએ સત્તાવાર રીતે સગાઈ કરી, જેની તસવીરો તેઓએ તેમના ફેન્સ સાથે પણ શેર કરી હતી.

આ પણ વાંચોઃ Raped Case: 2021માં 16 વર્ષની સગીરા ઉપર 5 કલાકમાં 3 વખત દુષ્કર્મ કરનાર મોહમ્મદ સાદિકને આજીવન કેદ- વાંચો વિગત