અમદાવાદ, 18 જાન્યુઆરીઃ Ahmedabad: ગુજરાત સહિત અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. ઉઘાડી તલવાર લઇને ફરવું અને લોકોને ભય ફેલાવવો જાણે લુખ્ખા તત્ત્વો માટે ફેશન બની ગઇ હોય એવું લાગે છે. ચાંદખેડામાં બાદ હવે શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા આનંદનગરમાં આવેલી નેહા પાર્ક સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્ત્વોએ ઉઘાડી તલવાર સાથે વાહનોમાં તોડફોડ કરી લોકોને ડરાવ્યા ધમકાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે સાહિલ દેસાઇ, પાર્થ દેસાઇ સહિત 8 લોકો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોશ વિસ્તારમાં આવેલી નેહા પાર્ક સોસાયટીમાં નજીવી બોલાચાલી થતાં કેટલાક લુખ્ખા તત્ત્વો ઘૂસી આવ્યા હતા. ઘાતક હથિયાર અને તલવાર સાથે સોસાયટીમાં ઘૂસીને 8 વ્યક્તિએ સોસાયટીને બાનમાં લીધી હતી. આ દરમિયાન તે લોકોને ડરાવી ધમકાવી રહ્યા હતા. તેમણે સ્કૂટર અને એક્ટિવા સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ Imran Khan: પાકિસ્તાનની કોર્ટે ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી, પત્ની બુશરા બીબીને પણ થઇ 7 વર્ષની સજા
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. આનંદનગર પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી સાહિલ દેસાઇ, પાર્થ દેસાઇ સહિત 8 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે,અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગ્રીન ગેલ્ડ સિટીમાં ગુરૂવારે મોડી રાત્રે પીજીના યુવકો અને સ્થાનિકો રહીશો માથાકૂટ થઇ હતી. મોડી રાત્રે 8 થી 10 જેટલા યુવાનો ફલેટના ગેટની અંદર ઘૂસીને મારામારી કરવા લાગ્યા હતા. જેમાં એક સ્થાનિક રહીશને ઇજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ Saif Attack Case: સૈફ અલી પર હુમલો કરનારો શંકાસ્પદ આરોપી CCTV ફૂટેજમાં થયો કેદ, જુઓ વાયરલ Video

