Abhishek Reaction On Divorce: અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે.
બોલિવુડ ડેસ્ક, 12 ઓગષ્ટઃ Abhishek Reaction On Divorce: છેલ્લા ઘણા દિવસોથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ચર્ચામાં છે. જ્યારથી અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

વાત એવી પણ સામે આવી હતી કે અભિનેત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસા એટલે કે અભિષેક અને અમિતાભનું ઘર છોડીને જતી રહી છે. એશ્વર્યા હાલ તેની માતા સાથે રહી રહી છે તેવી વાત પણ સામે આવી હતી. જ્યારે અભિષેક બચ્ચન હાલ પેરિસમાં છે જ્યાં ઓલમ્પિક ગેમ્સ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Job Fraud: વિદેશ જવાની ગેલછા રાખતા યુવાનો ચેતી જજો, બે યુવકોએ નોકરીની લાલચમાં લાખો રુપિયા ગુમાવ્યા..!
ઉલ્લખનીય છે કે, અભિષેક બચ્ચનનો એક ડીપ ફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યા સાથે ડિવોર્સ લઈ રહ્યો છે તેવી વાત કરે છે. આ બધી જ અફવાઓ વચ્ચે એક એવો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં અભિષેક બચ્ચન તેની સગાઈની વીંટી દેખાડે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેક બચ્ચને ડિવોર્સની અફવાઓ અંગે ખુલીને વાત કરી હતી અને પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિષેક બચ્ચનને ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવાની જે વાત ચાલી રહી છે તેના માટે કહ્યું હતું કે, આ બાબતે તેને મીડિયા સામે કંઈ પણ કહેવું નથી. દુઃખની વાત છે કે બધી જ વાતને વધારીને રજૂ કરવામાં આવી છે. અભિષેક બચ્ચનને કહ્યું હતું કે કેટલીક સ્ટોરીઓ બનાવવા માટે આવી વાત રજૂ કરવામાં આવી છે. પરંતુ તે બધાને જણાવી દેવા માંગે છે કે તે હજી પણ પરિણીત છે. આ વાક્ય કહીને તેણે પોતાના હાથમાં પહેરેલી વીંટી પણ બતાવી.
આ પણ વાંચોઃ Mohali issues : ભારતના આ બે રાજ્યોમાં લોકોને રાતે 9 વાગ્યા પછી બહાર ન નીકળવાનું ફરમાન જાહેર- વાંચો વિગત
મહત્વનું છે કે અભિષેક બચ્ચનનો ડીપ ફેક વિડીયો રવિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટના પ્રકાશમાં આવતા ઈન્સ્ટાગ્રામએ આ વીડિયોને ડીલીટ કરી દીધો છે.

