A Gujratis news portal in Mumbai: મુંબઈ શહેરની દરેક વાત હવે ગુજરાતી ભાષામાં. www.NewsContinuous.com
મુંબઈ,28 માર્ચ: A Gujratis news portal in Mumbai: ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ગુજરાતીઓની સંખ્યા આશરે 18 લાખ છે. તેમજ બોલીવુડ, શેર બજાર, રાજનીતિ અને અન્ય ક્ષેત્રમાં ગુજરાતીઓ ટોચનું સ્થાન ધરાવે છે. આ તમામ લોકોની વાત તેમજ તેની સાથે જોડાયેલા વિષયો આ પોર્ટલ પર વાંચવા મળશે.
ન્યુઝ પોર્ટલ પાછળના ઉદ્દેશ્ય વિશે વાત કરતા પત્રકાર મયુર તરીકે કહ્યું કે મહારાષ્ટ્રના મુંબઈ શહેર ઉપરાંત સોલાપુર, નંદુરબાર, નાસિક, નાગપુર તેમજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે. આ તમામ ગુજરાતીઓના સમાચારોને પ્રાધાન્ય આપવા તેમજ સંકલિત કરીને લોકો સુધી પહોંચાડવા માટે મુંબઈ શહેરમાં ગુજરાતી ભાષાનું ન્યુઝ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
અમને વિશ્વાસ છે કે લોકોને આ પોર્ટલ પર પ્રસ્તુત થતા સમાચાર પસંદ પડશે. આજના સમયમાં જ્યારે લોકોને તત્કાળ માહિતી જોઈએ છે ત્યારે લોકોને આ માહિતી મોબાઈલના માધ્યમથી મળી રહે છે. આ કારણથી હવે મોબાઈલ જર્નાલિઝમના જમાનામાં વેબસાઈટ પર લોકોને સમાચાર વધુ ઝડપથી અને સુવિધાજનક રીતે મળી શકશે.

