અમદાવાદ, 27 જૂનઃ RathYatra 2025: દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે આ 148મી રથયાત્રા આ વખતે ખાસ બની છે, કારણ કે રથયાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક ઘટનાઓ બની છે. જેના વિશે આ લેખમાં જાણીશું.
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાએ આ વખતે ઇતિહાસ રચ્યો છે. ભગવાન જગન્નાથને પહેલી વાર ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું, જે અત્યાર સુધી ફક્ત ઓડિશાના પુરીમાં જ જોવા મળતું હતું. આ ક્ષણ ભક્તો માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક હતી.
પૂજ્ય સંતો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આ અવસર આસ્થાના રંગે રંગાઈ ગયો.
અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો… pic.twitter.com/C9wwg4WCjC
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 27, 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ AIનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AIથી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રાના પાવન દિવસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને નવી પદવી આપવામાં આવી છે. હવે તેઓ “જગદગુરુ રામનંદી દિલીપ દેવાચાર્ય” તરીકે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી આપવામાં આવી છે.
रथयात्रा के पावन अवसर पर श्री जगन्नाथ मंदिर, अहमदाबाद की मंगला आरती में शामिल होना अपने आप में दिव्य और अलौकिक अनुभव होता है। आज महाप्रभु की मंगला आरती में शामिल होकर दर्शन-पूजन किया। महाप्रभु सभी पर अपना आशीर्वाद बनाए रखें। pic.twitter.com/T3XDWbjQt1
— Amit Shah (@AmitShah) June 27, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દર વખતે રથયાત્રા સવારે સાત વાગે પ્રસ્થાન થાય છે. પરંતુ આ વખતે રથયાત્રા 10 મિનિટ વહેલી શરૂ થઈ હતી.
આ પણ વાંચોઃ Big Decision: આવાસ યોજનામાં રહેતા નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મળશે ઘણી રાહત- વાંચો વિગત

