મનોરંજન ડેસ્ક, 26 જૂનઃ Diljit Dosanjh: જાણીતા પંજાબી ગાયક-એક્ટર દિલજીત દોસાંઝના જીવનમાં મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લેતી. જ્યારથી તેમણે પોતાની ફિલ્મ ‘સરદાર જી 3’ના ટ્રેલરમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને દેખાડી છે ત્યારથી જ ફિલ્મને બેન કરવાની માંગ ઊભી થઈ છે. ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સને પણ હંમેશા માટે બેન કરવાની માંગ કરી છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોઈઝ (FWICE)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે જેમાં દિલજીત દોસાંઝની સાથે ફિલ્મ ‘સરદાર જી 3’ના મેકર્સ પર હંમેશા માટે પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પણ એક લેટર લખ્યો છે જેમાં કહ્યું છે કે સિંગરના પાસપોર્ટ સીઝ કરી તેની ભારતીય નાગરિકતા કાયમ માટે રદ કરવામાં આવે.
The General Secretary of FWICE has written to Sunny Deol, Imtiaz Ali and Bhushan Kumar, expressing concern and appealing to them reconsider their collaboration with Diljit Dosanjh on the film Border 2.#DiljitDosanjh #Border2 pic.twitter.com/pt5oKsYOVK
— Smriti Singh (@SimplySmritii) June 25, 2025
FWICEએ તેમની પ્રેસ રિલીઝમાં લખ્યું, “અમે એક્ટર-સિંગર દિલજીત દોસાંઝ, ગુણવીર સિંહ સિદ્ધૂ અને ડાયરેક્ટર અમર હુંદલ વિરુદ્ધ કડક નિંદા કરીએ છીએ અને પૂરો આક્રોશ વ્યક્ત કરીએ છીએ, જેમણે તેમની આગામી ફિલ્મ ‘સરદાર જી 3’ માટે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરને ફિલ્મમાં કાસ્ટ કરીને ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીનું અપનામ કર્યું છે અને રાષ્ટ્રીય ભાવનાનું પણ સન્માન નથી કર્યું.”
વધુમાં, FWICEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે અપીલ કરી છે કે તેઓ વગર કોઈ વિલંબે દિલજીત અને ફિલ્મ મેકર્સ વિરુદ્ધ કડક કદમ ઉઠાવે. આ લોકોના ઈંડિયન પાસપોર્ટને પણ તાત્કાલિક રદ કરવા અને ભારતીય નાગરિકતા તથા રાષ્ટ્રીય ઓળખથી સંબંધિત કોઈપણ અધિકાર, વિશેષાધિકાર અથવા પ્રતિનિધિત્વને રોકવામાં આવે તેવી માંગ કરી છે.
ફેડરેશને હાનિયા આમિરની કાસ્ટિંગને ખોટી જણાવી છે. તેમણે લખ્યું કે હાનિયા ભારતની આર્મી અને દેશ વિરુદ્ધ ઘણાં નિવેદનો આપે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ તેના ભડકાઉ નિવેદનો સામે આવ્યા હતાં. તેનું ભારતીય ફિલ્મમાં હોવું દેશના શહીદો અને શહીદોના પરિવારને અપમાન થાય તેવી શરમજનક વાત છે.
#WATCH | Mumbai | On controversy surrounding Diljit Dosanjh’s ‘Sardaar Ji 3’, Federation of Western India Cine Employees (FWICE) president BN Tiwari says, “We had already written a letter to the Censor Board on this film because it’s not just about (Pakistani actor) Hania Aamir,… pic.twitter.com/lMhAiqVpnc
— ANI (@ANI) June 23, 2025
FWICEએ તેમની પ્રેસ રિલીઝમાં દરેક ઈંડિયન ઓટીટી પ્લેટફોર્મ્સને પણ અપીલ કરી છે કે દિલજીત દોસાંઝ સાથે બધા વ્યવહારો અને કરારોને તોડી નાંખે. ફક્ત ઓટીટી જ નહી, તેમનું કહેવું છે બધાં ફિલ્મ પ્રોડ્યુસર્સ અને ફિલ્મ ફેડરેશને દિલજીત સાથે કોઈ કામ ન કરવું કેમકે તેમણે દુશ્મનો સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલજીતના ઘણાં બોલીવુડ પ્રોજેક્ટસ થોડાં સમયમાં આવી રહ્યા છે. તેઓ સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સાથે ‘બોર્ડર 2’ નું શૂટ કરી રહ્યા છે. જ્યારે તેના ઉપરાંત તેઓ ઈમ્તિયાઝ અલીની રોમેંટિક લવ સ્ટોરી ફિલ્મમાં પણ જોવા મળશે.
આ પણ વાંચોઃ Kullu Heavy Rain: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટતા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

