Gujarat Rain Forecast

Heavy Rain Alart: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 2 જિલ્લાને રેડ એલર્ટ અને 7 જિલ્લાને ઓરેન્જ એલર્ટ- વાંચો વિગત

અમદાવાદ, 26 જૂનઃ Heavy Rain Alart: ગુજરાતમાં વરસાદની આગાહી પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો 1 જુલાઇથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાઁ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વરતારા સાથે વરસાદની આગાહી છે.

રાજ્યમાં અતિભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાંઓ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે.

આ પણ વાંચોઃ Kullu Heavy Rain: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટતા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું.

ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે.

IMD દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરે છે. તો સાત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું. જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

આ પણ વાંચોઃ Big Decision: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે Tata Sonsના ચેરમેન પોતે સંભાળશે Air Indiaની કમાન, થશે ઘણા બદલાવ