Kullu Heavy Rain

Kullu Heavy Rain: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટતા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

નવી દિલ્હી, 25 જૂનઃ Kullu Heavy Rain: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પાર્વતી નદી ગાંડીતૂર બની છે. જો કે, અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદના કારણે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

આ પણ વાંચોઃ Big Decision: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે Tata Sonsના ચેરમેન પોતે સંભાળશે Air Indiaની કમાન, થશે ઘણા બદલાવ

નિર્મંદના એસડીએમ મનમોહન સિંહે જણાવ્યું હતું કે, અનારાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઝાક્રીમાં હિન્દુસ્તાન- તિબેટ રોડ (નેશનલ હાઈવે 5) પર ભૂસ્ખલનની ઘટના પણ બની છે.

સતલુજ નદીની જળ સપાટી વધી છે. જેમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. અમુક સ્થાનિકોએ આભ ફાટ્યું હોવાનું નિવેદન આપ્યું છે. સત્તાધીશોએ પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ માટે એલર્ટ આપ્યું છે. સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નદી-તળાવના કિનારે ન જાય. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લો. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ Axiom-4 Mission: આજે શુભાંશુ શુક્લા અંતરિક્ષ ઉડાન ભરીને ISS પર જનારા પહેલા ભારતીય બન્યા- વાંચો વિગત