અમદાવાદ, 19 જૂનઃ Rain Forecast: રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે ગુરુવારે (19 જૂન) નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ ઍલર્ટ છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે સુરત, તાપી, ભરૂચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 19, 2025
20-21 જૂનની આગાહી
રાજ્યમાં 20 જૂનના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 21 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
22 જૂનની આગાહી
22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને આગાહી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
23 જૂનની આગાહી
23 જૂને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટને પગલે અતિભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટને પગલે ભારે વરસાદની શક્યતા છે.
24-25 જૂનની આગાહી
રાજ્યમાં 24 જૂને નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને 25 જૂને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ PM Modi talk with Trump: પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન

