રાજકોટ, 16 જૂનઃ Tribute:ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ આવી પહોંચ્યા છે. જેમા ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રાજ્યપાલ, કુમાર સ્વામી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના રાજકીય અગ્રણીઓ સામેલ છે. વિજય રૂપાણીના નિવાસસ્થાનની બાજુમાં આવેલા મહાદેવ મંદિરે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ જે બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
#WATCH | Former Gujarat CM Vijay Rupani’s last rites begin with state honours in Rajkot.
He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ
— ANI (@ANI) June 16, 2025
વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં આ રાજકોટ ભાજપના તમામ નેતાઓ સહિત વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના લોક લાડીલા નેતાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. વિજય રૂપાણીના આકસ્મિક મૃત્યુથી રાજકોટવાસીઓ ઘેરા આઘાતમાં છે અને સમગ્ર રાજકોટ શહેરમાં એક ગમગીની છવાઈ ગઈ છે.
#WATCH | Rajkot | Mortal remains of former Gujarat CM Vijay Rupani brought to Rajkot, where his last rites will be performed at 5 pm with state honours. pic.twitter.com/PhXu2TWXxh
— ANI (@ANI) June 16, 2025
આજે રાજકોટના વિવિધ માર્ગો પરથી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી હતી, એ સમયે સમગ્ર રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. પોતાના માનીતા નેતાની અણધારી વિદાય છે રાજકોટવાસીઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.
📍 Punjab: Ludhiana BJP pays tribute to former Gujarat CM & Punjab incharge Vijay Rupani, who died in today’s Ahmedabad Air India crash.
🕉️ Shanti 🙏 pic.twitter.com/yjQozLcMqL
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2025

