અમદાવાદ, 13 જૂનઃ Plane Crash survivor: વિશ્વાસ કુમાર રમેશ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવિત એકમાત્ર વ્યક્તિ છે. 242 લોકો પ્લેનમાં સવાર હતા, જેમાં બધાના મોત થઈ ગયા છે પરંતુ નસીબજોગે વિશ્વાસ કુમાર બચી ગયા છે. પરંતુ વિશ્વાસ હોસ્પિટલમાં ગરગીન છે. કારણ કે તે ખુદ તો બચી ગયો પરંતુ આ દુર્ઘટનામાં તેના સગા ભાઈનું મોત થયું છે. એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઈન વિમાન ગુરૂવારે બપોરે અમદાવાદમાં ઉડાન ભરવાની સાથે ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનામાં વિશ્વાસને છોડી બધા યાત્રીકો, ક્રૂ મેમ્બર્સ અને દુર્ઘટનાસ્થળ પર હાજર લોકો સહિત કુલ 265 લોકોના મોત થયા છે.
Hon Prime Minister @narendramodi met Vishwash Kumar Ramesh, the 38-year-old lone survivor of the Air India plane crash, and enquired about his health at #Ahmedabad Civil Hospital.@PMOIndia @narendramodi_in @airindia #AhmedabadPlaneCrash
Video courtesy- ANI pic.twitter.com/7kaRnUS5fR— Durgesh Upadhyay (@dupadhyay79) June 13, 2025
40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. તે ભારતમાં પોતાના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ યાત્રામાં વિશ્વાસનો મોટો ભાઈ અજય કુમાર પણ સાથે હતો. બંને ભાઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સાથે સવાર થયા હતા. વિશ્વાસની સીટ 11A હતી પરંતુ તેનો ભાઈ બીજી લાઈનમાં બેઠો હતો. દુર્ઘટના બાદ વિશ્વાસનો જીવ બચી ગયો પરંતુ તેના ભાઈનું મોત થયું છે. દુર્ઘટના બાદ વિશ્વાસે પોતાના પિતાને વીડિયો કોલ કરી જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે, તે બચી ગયો છે, પરંતુ ભાઈ દેખાતો નથી. બાદમાં ગુજરાત પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી કે એક વ્યક્તિને છોડી બધા યાત્રીકોના મોત થઈ ગયા છે.
વિશ્વાસ કુમારે કહ્યુ- ટેક ઓફની 30 સેકેન્ડ બાદ મોટો અવાજ આવ્યો અને પ્લેન ક્રેશ ઈથ ગયું. બધુ એટલું જલ્દી બન્યું કે કંઈ સમજાયું નહીં. મને ખુદ વિશ્વાસ થઈ રહ્યો નથી કે હું કઈ રીતે બચી ગયો. થોડા સમય માટે લાગ્યું કે મરી ગયો. આંખ ખોલી જોયું તો હું જીવિત હતો. ત્યાં થોડી જગ્યા મળી અને હું બહાર આવી ગયો હતો. ચારે તરફ મૃતદેહો જોવા મળી રહ્યાં હતા.
ફલાઇટ ક્રેશ થયા બાદ વિશ્વાસે આજુબાજુમાં મૃતદેહો જોઈને ગભરાઈ જઈને ઈમરજન્સી દરવાજો ખોલીને ત્યાંથી દોડતો દોડતો નિકળી ગયો હતો. આ બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક વિશ્વાસને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે એડિશનલ સુપ્રિટેન્ડ રજની પટેલે જણાવ્યુ કે, હાલમાં વિશ્વાસની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે.
Big News: 🚨 Single person Vishwash Kumar Ramesh Indian British. who survive the #Ahmedabad #planecrash .
It’s big miraculously Ramesh was seated 11A ,he jumping out there now live. Also Tata Group Chairman Announced support 1 crore each family. who lost her dearest members. pic.twitter.com/gpvqoh7FsR
— Raja Prasad Yadav (@Raja_Prasad_Ydv) June 12, 2025
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમેશ વિશ્વાસ કુમારને મળ્યા જે ચમત્કારિક રીતે બચી ગયા અને વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. હોસ્પિટલના પલંગ પર પડેલા વિશ્વાસ કુમારે પોતાની આપવીતીમાં જણાવ્યું હતું ક, તેમણે કહ્યું કે રન-વે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. શાંતિ પછી અચાનક ગ્રીન અને વ્હાઈટ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી શક્તિ લગાવી દીધી હતી. પછી શું થયું? એકદમ સ્પીડમાં પ્લેન સીધું હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
નોંધનીય છે કે, એર ઈન્ડિયા પ્રમાણે વિમાનમાં સવાર 230 યાત્રીકોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગલના નાગરિક હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાયલટ અને ક્રૂના 10 સભ્યો હતા. બોઇંગ ડ્રીમલાઇન ટેકઓફ કર્યા બાદ તત્કાલ નીચે આવ્યું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું.

