નવી દિલ્હી, 12 જૂનઃ Raja Raghuvanshi Case: મેઘાલયના ચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેમની પત્ની સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહ સહિત પાંચેય આરોપીઓને બુધવારે શિલોંગની કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં સુનાવણી બાદ શિલોંગ કોર્ટે તમામ આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે મેઘાલય પોલીસ તમામની આકરી પૂછપરછ કરશે. પોલીસના અનુસાર, તમામ પર રાજાની હત્યાનું ષડયંત્ર રચવા અને તેને અંજામ આપવાનો આરોપ છે. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના એસપી વિવેક સાયમે જણાવ્યું કે, ‘પોલીસે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.’
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) કોર્ટને આ તમામ આરોપીઓની કસ્ટડી માગી છે, જેથી મેઘાલયના સોહરા વિસ્તારમાં હત્યાની જગ્યાએ ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરાઈ શકે.
#WATCH | Meghalaya | On Raja Raghuvanshi murder case, SP East Khasi Hills, Vivek Syiem says, “We’ve just brought the accused here. Now, a thorough investigation will start. We have adequate evidence of her involvement. Regarding the whole picture – how much was her involvement… pic.twitter.com/5bfE4yqyn2
— ANI (@ANI) June 11, 2025
જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશના ગાઝીપુરથી 24 વર્ષીય સોનમની ધરપકડ કરી લેવાઈ, જ્યારે તેના ચાર સાથીઓને મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી લેવાયા છે. સોનમને મંગળવાર રાત્રે મેઘાલય લવાઈ હતી, જ્યારે બાકીના ચારેયને બુધવારે ટ્રાન્જિટ રિમાન્ડ પર શિલોંગ લવાયા.
જણાવી દઈએ કે, સોનમ, રાજે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, પરંતુ સંપૂર્ણ મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ કોણ છે, તેને લઈને બંને એકબીજા પર બ્લેમ ગેમ રમી રહ્યા છે. શિલોંગ પોલીસના DIG ડેવિસ એનઆર માર્કે ઓન કેમેરા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારી માહિતી આપી હતી.
DIGના અનુસાર, હત્યા બાદ સોનમ રઘુવંશીએ ખુદ પોતાના પતિના મૃતદેહને ઉઠાવીને ખીણમાં ફેંકવામાં ત્રણ કોન્ટ્રાક્ટ કિલર્સની મદદ કરી હતી. હત્યા કરી દીધા બાદ તમામ આરોપી બે સ્કૂટી પર 10 કિલોમીટર દૂર સુધી ગયા હતા. ત્રણ કોન્ટ્રાક્ટ કિલર બે સ્કૂટીથી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. હત્યા બાદ, એક સ્કૂટી પર બે શૂટર, જ્યારે બીજી સ્કૂટી પર સોનમ અને એક શૂટર બેસીને ઘટનાસ્થળથી નીકળી ગયા. રાજાના મૃતદેહને ખીણમાં ફેંકવામાં સોનમ પણ સામેલ હતી.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી વેપારી રાજા રઘવુંશી અને સોનમના લગ્ન 11 મે 2025ના રોજ થયા હતા. ત્યારબાદ તેઓ હનીમૂન પર મેઘાલયના સોહરા વિસ્તારમાં ગયા હતા. 23 મેના રોજ તે બંને લાપતા થઈ ગયા અને 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ચેરાપૂંજી નજીક એક ઊંડી ખીણમાંથી મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે, સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ અને ત્રણ કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુર્મીની સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.
આ પણ વાંચોઃ Ed Raid: હાઉસફુલ 5ની રિલીઝ વચ્ચે ફિલ્મના આ અભિનેતાના ઘરે EDના દરોડા, જાણો શું છે મામલો?

