નવી દિલ્હી, 26 મેઃ New Covid 19 Cases: દેશમાં ફરી એકવાર કોરોના વાઇરસ પ્રસર્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. જેમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જ 209 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 83 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર કોરોનાના કેસ અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1009 થયો છે. જેમાં 752 કેસોની ખાતરી થઈ છે. છેલ્લા બે સપ્તાહમાં આ આંકડો 257 હતો. પરંતુ સોમવારે તેમાં અચાનક વૃદ્ધિ થઈ છે. કોરોના વાઇરસના આ નવા વેરિયન્ટના કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
NEW #COVID19 wave strikes #India:
1000+ active cases reported with a new variant, multiple dead.Authorities on alert but civilians are still unbothered.
752 new cases are recently confirmed.Wear Mask Be Careful! pic.twitter.com/XMJE5egWVv
— Deepak . J 🇮🇳 (@GeoDeepak) May 26, 2025
કોવિડ-19ના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં સૌથી વધુ 430 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 એક્ટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં 9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢ-ગોવા-તેલંગાણામાં 1-1-1 એક્ટિવ કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1009 થઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ કેસ નોંધાયા નથી.
આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મોનિટરિંગ થઈ રહ્યું છે.

