ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસની પુષ્ટિ થઈ છે, તેમાં 2 દર્દીના મોત નિપજ્યા છે
બોલિવુડ ડેસ્ક, 19 મેઃ Shilpa Covid Positive: બોલિવુડ એક્ટ્રેસ અને બિગબોસ 18 પોતાના લાગણીવાળા સ્વભાવથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી શિલ્પા શિરોડકર કોવિડ પોઝિટીવ છે. જી હાં, શિલ્પા શિરોડકર કોરોનાની ઝપેટમાં આવી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
View this post on Instagram
શિલ્પાએ પોસ્ટમાં લખ્યું, ‘નમસ્તે! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. આ પોસ્ટ આવતાની સાથે જ ચાહકો શિલ્પાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Jyoti Hissar: પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના કેસમાં પોલીસે કર્યા નવા ખુલાસા- વાંચો શું છે મામલો?
જો તમે વિચારી રહ્યા છો કે કોરોના વાયરસના કેસ હવે આવતા નથી, તો તમારે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે. વિશ્વમાં ફરી એકવાર કોરોના કેસનો ફેલાવો વધવા લાગ્યો છે. હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે.હોંગકોંગ અને સિંગાપોરમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
Covid-19 New Variant In India After HK
As Australian cricketer Travis Head tests positive for Covid 19 in IPL amid a spike in Hong Kong & Singapore, India updates its dashboard on coronavirus cases.
Health ministry’s latest figure says atleast 93 active cases after May 5. pic.twitter.com/DvHR51sSHE
— The New Indian (@TheNewIndian_in) May 18, 2025
ઉલ્લેખનીય છે કે, અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીએ રવિવારે ખુલાસો કર્યો કે ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડનો કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે, તે સમયસર ભારત પરત ફરી શક્યો નહીં અને ટીમની આગામી મેચમાં રમી શકશે નહીં.
દરમિયાન, ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સમાચાર છે. હવે વધુ એક અભિનેત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી છે.

