Joe Biden

Joe Biden: અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેનને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગંભીર તબક્કા સુધી પહોંચ્યો હોવાનો છે અહેવાલ

નવી દિલ્હી, 19 મેઃ Joe Biden: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાજેતરના તબીબી તપાસમાં પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. પેશાબમાં તકલીફ થતાં તેમણે તાજેતરમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જો બાઈડેનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રોસ્ટેટ કેન્સરના કોષો તેમના હાડકાં સુધી ફેલાઈ ગયા છે. આથી જો બાઈડેન અને તેમનો પરિવાર કેન્સરની સારવાર લેવાનું વિચારી રહ્યા હતા.

પ્રોસ્ટેટ કેન્સરની ગંભીરતા ગ્લીસન સ્કોર દ્વારા નક્કી થાય છે. 1થી 10નો સ્કોર દર્શાવે છે કે કેન્સર કેટલું આગળ વધી ગયું છે. જો બાઈડેનનો સ્કોર 9 છે. આ દર્શાવે છે કે કેન્સર ખૂબ જ ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ Rain Update: ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, જો જો બાઈડેન 82 વર્ષના છે. તેમના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘જોકે આ ગંભીર બીમારી છે, પરંતુ તે હોર્મોન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય છે.’ નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં, હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાંને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પે બાઈડેનના પરિવારને સાંત્વના આપી અને તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ જલ્દી સ્વસ્થ થાય.’

આ પણ વાંચોઃ MGNREGA Scam:ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ- વાંચો શું છે મામલો?