ધર્મ ડેસ્ક, 12 મેઃ Lord Hanuman: આવતીકાલે એટલે કે 13 મે જેઠ મહિનાનો( ગુજરાતમાં વૈશાખ વદ 1) પહેલો મોટો મંગળવાર છે. આ દિવસે હનુમાનજીની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ મોટા મંગળને બુધવા મંગળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કેટલીક જગ્યાએ હનુમાનજીના નામે ભંડારો પણ કરવામાં આવે છે. આવો જાણીએ કે, મોટા મંગળના દિવસે કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.
બુંદીના લાડુ
બુંદીના લાડુ વગર હનુમાનજીની પૂજા કે ધ્યાન અધૂરું કહેવાય છે. જેથી મોટા મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરાવો.
લાલ રંગની ધજા
મોટા મંગળવારના દિવસે ઘરમાં લાલ કે કેસરી રંગની ધજા ફરકાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં ધજા લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
પંચમુખી હનુમાન મૂર્તિ
મોટા મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજીની મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ. આ મૂર્તિની પૂજા કરો અને તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. અને બરકત થશે.
લાલ સિંદૂર
લાલ સિંદૂર વગર હનુમાનજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ દિવસે લાલ સિંદૂર ઘરે લાવો અને પછી હનુમાનજીના જમણા પગ પર સિંદૂર લગાવો.
વિશેષ નોંધઃ ભારતના અનેક રાજ્યોમાં તથા ગુજરાતના રાજ્યોમાં 15 દિવસનો ફેર હોય છે, વૈદિક કેલેન્ડર મુજબ ગુજરાતમાં વૈશાખ વદ એકમ છે, પરંતુ અન્ય રાજ્યોમાં જેઠ સુદ એકમ રહેશે. જેની નોંધ લેવા વિનંતી. આ સાથે આવતી કાલના રોજ મંગળવારનું મહત્વ ઉપરોક્ત જણાવ્યા અનુસાર રહેશે. ।।જય શ્રી રામ ।।
આ પણ વાંચોઃ Ceasefire કે ભ્રમ ફાયર ???
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

