Ceasefire

Ceasefire કે ભ્રમ ફાયર ???

Ceasefire: ભારત પાકિસ્તાન વચ્ચે અંકલ સેમ ની દરમ્યાનગીરી થી સાંજે પાંચ વાગ્યા થી બંને દેશ તરફથી સીઝ ફાયર અમલમાં આવ્યું .

અહેવાલઃ સમીર શુક્લ

🤔 શું આ સીઝ ફાયર બની રહેશે કે ભ્રમ ફાયર ? અને પાકિસ્તાન Cease fire ને લાયક છે ખરું ?

🤔 1947 થી લઈને 2025 વચ્ચે ભારતે હજારો નિર્દોષ નાગરિકોના , જવાનોના જીવ ગુમાવ્યા, શું આ વખતે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો આ સમય યોગ્ય હતો કે પછી ભારતે સિઝ ફાયર ના નામે પાકિસ્તાનને ફરી એકવાર માફ કરીને જુનુ ભૂલી જવા માંગે છે ?

🤔 શું નાપાક દુશ્મન આ સમયનો ઉપયોગ સુધરવા માટે કરશે કે નવા દુઃસાહસ ની રણ નીતિ વિસ્તારવા ?

🤔 શું નાપાક દુશ્મન આ સમયનો ઉપયોગ (તુર્કીએ જેવા) નવા સાથીદાર મેળવવા કરશે ? (તુર્કી પોતાના દેશનું નવું નામ તુર્કીએ ગણાવે છે. શું નામ બદલવાથી પ્રકૃતિ બદલાય ?

આ પણ વાંચોઃ Amitabh Bachchan: આખરે પહેલગામમાં થયેલા આતંકી હુમલા વિશે બિગ બીએ પોતાનું મોન તોડ્યું, કવિતા દ્વારા કહી મોટી વાત- વાંચો વિગત

થોડા સમય પહેલા તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારત સૌ પ્રથમ દેશ હતો જેણે મદદનો હાથ લંબાવ્યો હતો. ‘Operation દોસ્ત’ શરૂ કરી હજારો નાગરિકોના જીવ બચાવ્યા અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપીને અકલ્પનીય મદદ કરી . અને એ જ દેશ આજે આપણાં નાપાક દુશ્મન ને મદદ કરવા ડ્રોન ટેકનોલોજી આપી , ભારતની પીઠ પાછળ ખંજર ભોક્યું . ભારતે આવા દુશ્મનોને પણ હવે પોતાની કૂટનીતિ દ્વારા સબક શિખવાડવો જોઈએ .

🤔 શું નાપાક દુશ્મન આ સમયનો ઉપયોગ ઘાતક શસ્ત્રોના (?) એસેમ્બલ કરવા માટે કરશે ?
🤔 ભારત આ સીઝ ફાયર ને માનશે પણ નાપાક દુશ્મન આને સ્વીકારશે કે ફરી ‘નાપાક’ હરકત કરશે ?

🤔 શું અંકલ સેમને પોતાના હથિયાર નાપાક દુશ્મન ને વેચવા છે માટે દરમ્યાનગીરી કરીને ફૂટ (કે કટુ) નીતિ બતાવી કહેવાતો સીઝ ફાયર કરાવ્યો ?
🤔 આપણા સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને હિન્દી ચીની ભાઈ ભાઈ નો ભ્રમ ભાંગ્યો હતો અને ચીન પર અતિવિશ્વાસ મૂકી બદલામાં આઘાત પામ્યા હતા, શું આપણે અત્યારે ફરી વાર એ તરફ જઈ રહ્યા છે ?

🤔 આવનાર સમય વૈશ્વિક મહા પરિવર્તનનો હોઈ શું ભારતવર્ષ માટે આ સીઝ ફાયર શાંતિ ફાયર સાબિત થશે ?

🤔 શું ભારતવર્ષને છેલ્લાં કેટલાંક દિવસોમાં મળેલ વ્યૂહાત્મક લાભ ધોવાઇ જશે ?
🤔 શું સીઝ ફાયર સ્વીકાર કરવો એ આવનાર મહિનાઓમાં આપણાં માટે મુત્સદ્દગીરી સાબિત થશે કે મૂર્ખામી ?

🤔 શું આવનારા વર્ષોમાં ભારતવર્ષ “અહિંસા પરમો ધર્મ” ને બદલે “પરાક્રમ પરમો ધર્મ” (શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે “જે હણે એને હણવામાં કોઈ પાપ નથી”) નીતિ અપનાવશે ?
🤔 શું સીઝ ફાયર સ્વીકારી ભારતવર્ષ પહાડ સમાન ભૂલ કરી રહી છે ?

આ પણ વાંચોઃ Kohli Retirement From test cricket: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત- વાંચો વિગત

એક નવી લાઇન coin કરી છે… “Either you create new history, or history has a bad habit of repeating itself”…

ભારતવર્ષ નવો ઇતિહાસ લખવા માંગતું હોય તો વર્ષ 2025 ના બાકી રહેલા સમયમાં સરદાર પટેલ સમાન લોખંડી સંકલ્પ અને મક્કમતા દર્શાવવી રહી. ભારતવર્ષ ફરી વાર 1962 ની જેમ વિશ્વાસઘાત નાં આઘાતમાંથી બચવું હોય તો at least આવનાર ચાર પાંચ મહીના સપ્ટે. – ઓકટો. સુધી સરહદ પર અને દેશની અંદર સુપર હાઇ એલર્ટ પર રહેવું જોઇએ.

હે પ્રભુ, મારા ભારતવર્ષનું રક્ષણ કરજો. સર્વમંગલ હો.
Nation first,
જય હિન્દ 🇮🇳

                                                                                          – samnews18@gmail.com

Sameer Shukla
સમીર શુક્લ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે, છેલ્લા અઢી દાયકાનો તેમનો પત્રકારત્વનો અનુભવ છે. તેઓ હાલ અમેરિકાના ન્યુ-જર્સી રાજ્યમાં રહે છે.