અમદાવાદ, 01 મેઃ Weather Prediction: ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ ગયા છે. એવામાં હવામાન વિભાગે મે મહિનામાં ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરી છે. જોકે, આ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે (3 મે) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
#Gujarat outlook 4-9 May ⛈️⚡⚡
May brings major relief from heat and good #PreMonsoon rains!
A strong low latitude #WesternDisturbance will be spinning up over the state this weekend. This will introduce a cold pool aloft which, combined with the heat built up for weeks, will… pic.twitter.com/kIX9fmbZOM
— Athreya Shetty 🇮🇳 (@shetty_athreya) May 1, 2025
આ પણ વાંચોઃ Caste-Based Census: કેબિનેટનો મોટો નિર્ણય, હવે ભારતમાં જાતિ આધારિત થશે વસ્તી ગણતરી- વાંચો વિગત
રવિવારે (4 મે) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે.
સોમવારે (5 મે) કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Real culprit of pahalgam attack: પહેલગામ હુમલાનો અસલી ગુનેગાર પહાડી વિસ્તારોનો ગાઈડ જ નીકળ્યો, વાંચો વિગત

