Gangotri Yamunotri

Char Dham Yatra 2025: આજે અક્ષય તૃતિયાની સાથે ચારધામ યાત્રા શરૂ, શ્રદ્ધાળુઓ ઉમટ્યાં- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 30 એપ્રિલઃ Char Dham Yatra 2025: આજે અક્ષય તૃતીયાના દિવસે શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ લગભગ 6 મહિના સુધી ચાલનારી ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આ પહેલા આજે સવારે માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઈફલ્સ બેન્ડની ધૂન વચ્ચે ગંગાની પૂજા-અર્ચના કરવામાં આવી. હેલિકોપ્ટર દ્વારા મંદિર પર ફૂલો પણ વરસાવ્યા.

પૂજા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પૂજા-અર્ચના કરી. ગંગોત્રી બાદ યમુનોત્રી ધામના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા છે. યમુનોત્રી ધામ પર 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Heatwave Alert: ગુજરાતના આ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થયુ; આગામી 5 દિવસમાં થશે હવામાનમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે, યમુનોત્રી ધામમાં માતા યમુનાના આગમન અને માતા યમુનાના પિયર ખરસાલી ગામમાં યમુનાજીના વિદાયની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસર પર ઘણા પ્રવાસીઓ પહેલાથી જ આવી ચૂક્યા છે. અક્ષય તૃતીયાના શુભ અવસર પર માતા યમુનાની પાલખી આજે સવારે ૮:૩૦ વાગ્યે ખરસાલી ગામથી યમુનોત્રી ધામ માટે રવાના થઈ હતી અને ધામ પહોંચ્યા પછી સ્નાન વગેરે બાદ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા.

યાત્રા રૂટ પર અલગ અલગ સ્થળોએ કેમ્પ કરવા માટે નવ ASP અને DSP સ્તરના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આ વર્ષે પહેલીવાર કેન્દ્ર સરકાર પાસેથી 10 અર્ધલશ્કરી દળોની માગ પણ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ ટ્રાફિક યોજના અંગે મોટી તૈયારીઓનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Omar Abdullah Speech: વિધાનસભામાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ થયા ભાવુક, કહ્યું- ક્યા મોઢે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગુ….!