CM Bhupendra Patel

Gujarat tourist List: કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પાછા લાવવાની તૈયારી શરુ, રાજ્ય સરકારે માહિતી મંગાવી- વાંચો વિગત

ગાંધીનગર, 24 એપ્રિલઃ Gujarat tourist List: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ ગુજરાતના કેટલાક પ્રવાસીઓ ફસાયેલા છે, તેમને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે. સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મંગાવી છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.

આ પણ વાંચોઃ Terrorist sketch: બેગુનાહ લોકોની હત્યા કરનાર આતંકવાદીની પહેલી તસવીર આવી સામે, પહેલગામમાં સેનાનું સર્ચ ઓપરેશન શરુ

આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.

કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારજનો માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000ની સહાય કરશે.

આ પણ વાંચોઃ Pahalgam terror attack: પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા નિર્દયી આંતકી હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા, વાંચો વિગત