Delhi Building Collapsed

Delhi Building Collapsed: દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 19 એપ્રિલઃ Delhi Building Collapsed: ઉત્તર પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચાર માળની ઈમારત ગત મોડી રાત્રે ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Home remedies to clean the press: ડર્ટી પ્રેસથી પણ કપડા પર ડાઘા પડે છે, તો અપનાવો આ ઘરેલું ઉપચાર

આ દુર્ઘટના રાત્રે 3 વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા.

આ પણ વાંચોઃ Weather Updates: ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે ભારે પવન અને વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ વિગત

ઉલ્લેખનીય છે કે, એનડીઆરએફ, ડૉગ સ્કવૉડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.