Helicopter Crash

Helicopter Crash: ન્યૂયોર્ક શહેરની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત- વાંચો વિગત

વર્લ્ડ ન્યુઝ, 12 એપ્રિલઃ Helicopter Crash: આ ધટના જર્સી સિટીમાં હોલેન્ડ ટનલ વેન્ટિલેશન શાફ્ટ નજીક બની. જે રિવર ડ્રાઇવ સાઉથ અને ન્યુપોર્ટ પાર્કવેથી દૂર વોટર્સ સોલ સ્કલ્પચર પાસે છે.

ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે કહ્યું હતું કે ત્રણ પુખ્ત વયના લોકો અને ત્રણ બાળકો માર્યા ગયા છે, મૃતકોમાં સ્પેનનો એક પરિવાર અને પાઇલટનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ Hanuman Jayanti: આજે હનુમાન જયંતિ, કરો શ્રી હનુમાન ચાલીસા- સાથે જાણો તેનુ મહત્વ અને વિશેષ લાભ

મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, સ્પેનમાં સિમેન્સના પ્રમુખ અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને તેમના ત્રણ બાળકો હતા. તેઓ સ્પેનથી અમેરિકા વેકેશનમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ New Feature: ટૂંકમાં જ ઇન્સ્ટાગ્રામ લાગુ કરશે નવુ ફીચર, રીલ્સને પ્રાઇવેટ રાખવામાં મળશે મદદ- વાંચો વિગત

ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં કુલ છ લોકો સવાર હતા, ટેકઓફ પછી, હેલિકોપ્ટર દ ગવર્નર આઇલેન્ડ ઉપરથી ઉડાન ભરી અને પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીક ગયું, ત્યાથી મેનહટનની પશ્ચિમ બાજુએ હડસન નદી ઉપર ગયા પછી, જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પરથી ફરીને નદીની જર્સી બાજુએ પાછું ઉડ્યું, પરંતુ તે સમયે વાદળોની વચ્ચે હેલિકોપ્ટરના પાયલોટે તેની દિશા ગુમાવી દીધી અને પછી જર્સી સિટી નજીક નીચે ઊંધું પટકાયું.

                                                                                             – samnews18@gmail.com

Sameer Shukla
સમીર શુક્લ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે, છેલ્લા અઢી દાયકાનો તેમનો પત્રકારત્વનો અનુભવ છે. તેઓ હાલ અમેરિકાના ન્યુ-જર્સી રાજ્યમાં રહે છે.