Hanuman Jayanti

Hanuman Jayanti: આજે હનુમાન જયંતિ, કરો શ્રી હનુમાન ચાલીસા- સાથે જાણો તેનુ મહત્વ અને વિશેષ લાભ

ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ Hanuman Jayanti: દરરોજ શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવાથી ઘણા આધ્યાત્મિક, માનસિક અને અહીં સુધી કે શારીરિક ફાયદા પણ થાય છે. હનુમાન ચાલીસા માત્ર સ્તોત્ર નથી,પણ એ એક સાધના છે. જેણે કરોડો ભક્તોના જીવનમાં શાંતિ, શક્તિ અને સિદ્ધિ લાવી છે.

  • શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડા સતી અને ધૈયાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે.
  • દરરોજ પાઠ કરવાથી શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે. ભક્તિથી જીવનમાં શાંતિ, સંતોષ અને સાચી સફળતા મળે છે.
  • નીંદર ન આવવી, અંધારાનો ડર, ભૂત-પ્રેત, કોઈપણ પ્રકારનો ડર હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી દૂર થાય છે.

આ પણ વાંચોઃ New Feature: ટૂંકમાં જ ઇન્સ્ટાગ્રામ લાગુ કરશે નવુ ફીચર, રીલ્સને પ્રાઇવેટ રાખવામાં મળશે મદદ- વાંચો વિગત

  • હનુમાનજી બળ, ધૈર્ય અને ભક્તિના પ્રતિક છે. તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્તતા અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે.
  • ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે. ઘરમાં શાંતિનો વાતાવરણ છવાય છે.
  • દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કર્યોમાં સફળતા મળે છે.
  • “શ્રી હનુમાન ચાલીસા”માં કહેવામાં આવ્યું છે. “સંકટથી હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ” અર્થાત્, જે કોઈ મનથી, કરમથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે.
  • પ્રત્યેક દિવસ 10-15 મિનિટ ચાલીસાનો પાઠ કરવો તમારા ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે.
  • ” બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ” અનુસાર, હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે.

આ પણ વાંચોઃ Weather Update: ભરઉનાળે દેશના અનેક રાજ્યોમાં વરસાદ બન્યો કાળ, યુપી-બિહારમાં 83ના મોત- સાથે આ રાજ્યોમાં વાવાઝોડાની આગાહી

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.