સુરત, 05 એપ્રિલઃ Rape Case: આજે સુરત વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસ આરોપી જૈન મુનિને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર થયા છે.
सुरत: गुजरात।
मुनि संत सागर उर्फ गिरिराज शर्मा ने धार्मिक अनुष्ठान करवाने के बहाने परिवार को जाल में फसाया और फिर 19 साल की लड़की से रेप किया आज अदालत ने इन्हें दोषी करार दिया है।धर्म नैतिकता सीखाता है ये सबसे बड़ा झूठा है।#Boycott_chunmanga pic.twitter.com/GUJ8ccmsXx
— KANISHK (@kanishkisback) April 5, 2025
આ પણ વાંચોઃ Mamlatdar Recruitment: ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, જાણો કઇ રીતે થશે આ પ્રક્રિયા?
અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો. દુષ્કર્મ ગુનામાં અઠવા પોલીસે કરી હતી ધરપકડ. ગુનો દાખલ થતાં જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે. વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધાયો હતો.
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ Goa New Rules: ગોવા ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો મુખ્યમંત્રીએ જાહેર કરેલા નવા નિયમો વિશે…

