CBSE Result 2025

CBSE Result 2025: આ તારીખે જાહેર થશે ધોરણ 10 અને 12ના પરિણામો, આ રીતે ચેક કરો રિઝલ્ટ

નવી દિલ્હી, 03 એપ્રિલઃ CBSE Result 2025: CBSE બોર્ડ પરીક્ષા 2025 પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે તેની રાહ જોઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને આ વર્ષે પણ લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી છે.

CBSE બોર્ડની 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે 12મા ધોરણની પરીક્ષા 4 એપ્રિલ 2025 ના રોજ સમાપ્ત થશે. આ વર્ષે કુલ 24.12 લાખ વિદ્યાર્થીઓએ 84 વિષયોમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જ્યારે 17.88 લાખ વિદ્યાર્થીઓએ 120 વિષયોમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચોઃ Tariff Announcement Effect: ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં મોટી ઉથલપાથલ, સેન્સેક્સ 450 પોઈન્ટ નીચે ગયો

CBSE એ હજુ સુધી ઓફિશિયલ રીતે પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરી નથી પરંતુ પાછલા વર્ષોના વલણને જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CBSE 10મા અને 12મા ધોરણના પરિણામો મે 2025 માં જાહેર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે પહેલી વાર CBSE એ પરીક્ષાના નિયમો અને મૂલ્યાંકન પ્રક્રિયા વિશે માહિતી આપવા માટે લાઇવ વેબકાસ્ટનું આયોજન કર્યું. આ વેબકાસ્ટ 14 ફેબ્રુઆરીના રોજ CBSE ની યુટ્યુબ ચેનલ પર લાઈવ થયું હતું, જેમાં પરીક્ષા કેન્દ્રના અધિક્ષકો, સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

આ રીતે જુઓ પરિણામ:
CBSE બોર્ડ પરીક્ષા 2025 ના પરિણામો ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને સ્કૂલ કોડ દ્વારા પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ્સ તપાસે.

આ પણ વાંચોઃ Waqf Amendment Bill: લોકસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફ બિલ રજૂ કર્યુ, સાથે મુસ્લિમોને આપી આ ખાતરી- વાંચો સંપૂર્ણ વિગત