બોલિવુડ ડેસ્ક, 10 માર્ચઃ IIFA 2025: ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી(IIFA) ઍવોર્ડ શૉ ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. 8 અને 9 માર્ચે જયપુરમાં આયોજિત આ ઍવોર્ડ શૉમાં વર્ષના બેસ્ટ પરફોર્મન્સને વિવિધ કેટેગરીમાં ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વખતે ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો. IIFAમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બે ગુજરાતી કલાકારને ઍવોર્ડ મળ્યો હોય.
View this post on Instagram
બે ગુજરાતી કલાકારને મળ્યો IIFA ઍવોર્ડ
IIFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને ઍવોર્ડ મળ્યો હતો. જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ શેતાન માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં ઍવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચોઃ Champions: કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો ઐતિહાસિક રેકોર્ડ, વાંચો સંપૂર્ણ વિગત
View this post on Instagram
આ પણ વાંચોઃ Benefits oF Having Early Dinner: રાત્રીનું ભોજન વહેલુ કરવુ જોઇએ, થશે અઢળક ફાયદા- જાણો લાભ

