Salary Money

7th Pay Commission: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે વધારો- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 10 માર્ચઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં (dearness allowance) વધારાની જાહેરાત થઈ શકે છે. કેબિનેટ આ સપ્તાહે મંજૂરી આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થું વધીને 56 ટકા થઈ જશે. જુલાઈ 2024થી 53 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ડિસેમ્બર 2024 સુધી, AICPI ઇન્ડેક્સનો આંકડો 143.7 પોઈન્ટ પર હતો, જે DAનો કુલ સ્કોર 55.99% પર લઈ ગયો હતો. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 56 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 6 મહિના (જુલાઈ-ડિસેમ્બર)ના સરેરાશ AICPI ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે. પરંતુ, મોંઘવારી ભથ્થાના 56 ટકા નક્કી કરવામાં આવ્યા છે. ડિસેમ્બર સુધીના AICPI નંબરના આધારે મોંઘવારી ભથ્થું 55.99 ટકા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ IIFA 2025: IIFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને મળ્યો ઍવોર્ડ, એક ફિલ્મ તો ઓસ્કાર સુધી પહોંચી હતી

આવી સ્થિતિમાં, સરકાર તેને માત્ર 56 ટકા જ ગણશે કારણ કે 0.50 પહેલાના મૂલ્યને ડાઉનવર્ડ કેલ્ક્યુલેશન માટે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે અને ઊંચા મૂલ્યને ઉપરની ગણતરી માટે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તેથી 56 ટકા નિશ્ચિત છે. હવે તેને માત્ર કેબિનેટની મંજૂરી મળવાની છે. સૂત્રોનું માનીએ તો બુધવારે (12 માર્ચ 2025) યોજાનારી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી શકે છે.

1 જાન્યુઆરી 2025થી લાગૂ થશે DA Hike
મોંઘવારી ભથ્થાનો આંકડો આવ્યા બાદ તેને 1 જાન્યુઆરી 2025થી લાગૂ કરવામાં આવશે. તેની જાહેરાત માર્ચમાં થવાથી બે મહિનાનું એરિયર પણ માર્ચના પગારમાં આવવાની સંભાવના છે. 14 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર મનાવવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થા તરીકે હોળી ગિફ્ટ મળી શકે છે. 1 જુલાઈ 2024થી 53 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જે વધીને 56 ટકા થઈ જશે.

આ પણ વાંચોઃ Champions: કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો ઐતિહાસિક રેકોર્ડ, વાંચો સંપૂર્ણ વિગત