ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Holika Dahan 2025: હોલિકા દહન હિન્દુ ધર્મમાં એક મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. અને તેના બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી મનાવવામા આવે છે. વર્ષ 2025માં હોલિકા દહન 13 માર્ચના રોજ મનાવવામાં આવશે. જોકે, આ વર્ષે ભદ્ર દોષના કારણે શુભ મુહૂર્ત માત્ર 1 કલાક અને 4 મિનિટ માટે જ રહેશે, જે મધ્યરાત્રિએ થશે.
જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે. ભદ્રા કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. કારણ કે, આ સમયગાળામાં કરવામાં આવેલા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. અથવા તો આ સમયગાળામા કરેલા કાર્યો સફળ થતા નથી. જેથી ભદ્રા કાળમાં દહન કરવું વર્જિત છે, કારણ કે તેનાથી નકારાત્મક અસર પડે છે.
હોલિકા દહનનું શુભ મુહુર્ત
વર્ષ 2025મા ફાગણ મહિનાની પૂનમનો આરંભ 13 માર્ચના રોજ સવારે 10.35 કલાકે થશે. જ્યારે તેનું સમાપન 14 માર્ચના રોજ 12.23 કલાકે થશે. આ સમયગાળા દરમિયાન ભદ્રા કાળ 13 માર્ચની સાંજે 6.28 કલાક સુધી રહેશે. એટલે હોલિકા દહનનું શુભ મુહુર્ત 13 માર્ચની રાત્રે 11.26 કલાકથી 12.30 કલાક સુધી રહેશે. જે કુલ 1 કલાકને 4 મિનિટનો સમય રહેશે.
આ પણ વાંચોઃ Demand notice For Reliance: સરકારે ફટકારી રિલાયન્સને 24500 કરોડની ડિમાન્ડ નોટિસ, વાંચો શું છે સમગ્ર મામલો?
આ પણ વાંચોઃ Wearing: હવે હેલમેટ પહેર્યા વિના બહાર નીકળવુ પડશે ભારે, પોલીસ નવી સિસ્ટમ અમલ મૂકશે- વાંચો વિગત

