સ્પોર્ટ્સ ડેસ્ક, 04 માર્ચઃ IPL 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે આકરા નિયમો લાગુ કર્યા છે. જેમાં ખેલાડીઓની એક્સેસ અને તેમની મુવમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેચ પહેલા અને દરમિયાન પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિયા (PMOA)માં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ સમાવિષ્ટ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈના નવા નિયમો અનુસાર, ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે ટીમ બસનો ઉપયોગ કરવો પડશે. ટીમો બે જૂથોમાં મુસાફરી કરી શકે છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે લાગુ કરાયેલા કડક પ્રોટોકોલને દર્શાવે છે. આ સૂચના તાજેતરમાં ઈમેલ દ્વારા તમામ IPL ફ્રેન્ચાઈઝીને જણાવવામાં આવી હતી. 18 મી ફેબ્રુઆરીના રોજ ઝૂમ દ્વારા ટીમ મેનેજમેન્ટની બેઠક બાદ આઈપીએલમાં ભાગ લેનારી તમામ ટીમોને નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
BREAKING NEWS 🚨
IPL 2025 RETENTION RULES @BCCI @IPL
#IPLRetentions pic.twitter.com/L8mv0lkEAB— The King (@ThekingofX2024) September 28, 2024
નવા નિયમો અનુસાર, પ્રેક્ટિસના દિવસોમાં (ટૂર્નામેન્ટ પહેલા અને દરમિયાન), ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં માત્ર માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે. ખેલાડીઓના પરિવાર અને મિત્રો અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી શકશે. તેઓ હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકે છે. સપોર્ટિંગ સ્ટાફ (સ્પેશ્યાલિસ્ટ/નેટ બોલર)ની યાદી બીસીસીઆઈને મંજૂરી માટે આપવાની રહેશે. એકવાર મંજૂર થયા પછી, તેમને માન્યતા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ No 1 Power company: દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની- વાંચો સંપૂર્ણ અહેવાલ
BCCIએ મેચના દિવસો દરમિયાન પિચની નજીકના મેઈન સ્કેવર પાસે ફિટનેસ ટેસ્ટ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, BCCI એ આદેશ આપ્યો છે કે સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વિકેટ ઝડપનાર ખેલાડીઓને મળતી ઓરેન્જ અને પર્પલ કેપ ઓછામાં ઓછી બે ઓવર માટે અને મેચ પછીની પ્રેઝેન્ટેશન સેરેમની દરમિયાન અવશ્ય પહેરે. વધુમાં, આ પ્રેઝેન્ટેશન દરમિયાન સ્લીવલેસ જર્સી પર પ્રતિબંધ છે.
આ નિયમોને લાગુ કરવા માટે, BCCIએ તમામ IPL ટીમના કેપ્ટન્સ સાથે વ્યક્તિગત બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક 20 માર્ચે મુંબઈના ક્રિકેટ સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આગામી IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે થશે.
આ પણ વાંચોઃ PM clicked photos in Gir: ગીરમાં સિંહો અને સિંહણો! મેં ફોટોગ્રાફી કરવાનો પ્રયાસ કર્યો: પ્રધાનમંત્રી

