હોલિવુડ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃ Gene Hackman Death: હોલિવૂડની દુનિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની બેટ્સી ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 95 વર્ષીય અભિનેતા જીન હેકમેન અને તેની પત્નીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
Gene Hackman and his wife, Betsy Arakawa, were found dead in their Santa Fe home Wednesday afternoon. Per authorities, there is no immediate indication of foul play, though a cause of death was not provided.
Hackman, who won Oscars for “Unforgiven” and “The French Connection,”… pic.twitter.com/XvixBSF14q
— Variety (@Variety) February 27, 2025
ઓસ્કાર વિજેતા અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની ગુરુવારે ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જીન હેકમેન અને તેની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરતા આ વાત જણાવી હતી. આ બંને સિવાય અભિનેતાનો કૂતરો પણ સ્થળ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. જો કે, અધિકારીઓએ તેમના મૃત્યુના અંગે વધુ વિગતો જાહેર કરી નથી. હાલ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હેકમેન હોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક હતા. વર્ષ 1971માં, તેમને વિલિયમ ફ્રિડકિનની થ્રિલર ફિલ્મ ધ ફ્રેન્ચ કનેક્શનમાં જિમી ‘પોપેય’ ડોયલની ભૂમિકા માટે બેસ્ટ એકટરનો ઓસ્કાર મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1992માં, તેમને ક્લિન્ટ ઈસ્ટવૂડની પશ્ચિમી ફિલ્મ ‘અનફોર્ગિવન’માં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર મળ્યો હતો.

