ગાંધીનગર, 27 ફેબ્રુઆરીઃ President Gujarat Visit: ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ મહાશિવરાત્રિના પર્વે (26 ફેબ્રુઆરી) ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા છે. જ્યાં રાત્રિ રોકાણ બાદ ગુરુવારે (27 ફેબ્રુઆરી) તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતા. આ કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદની મુલાકાત માટે રવાના થશે.
President #DroupadiMurmu arrives in #Gujarat on a four-day visit. She was welcomed at Vadodara airport by Governor Acharya Devvrat and MoS Jagdish Vishwakarma.@rashtrapatibhvn | pic.twitter.com/dwcQVNaDmG
— All India Radio News (@airnewsalerts) February 26, 2025
રાષ્ટ્રપતિનું સ્વાગત સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગતોથી વાકેફ થયા હતા.
President Droupadi Murmu visited the Statue of Unity at Kevadia and paid her tributes to the Iron Man of India, Sardar Vallabhbhai Patel. pic.twitter.com/AzFT1LllhF
— President of India (@rashtrapatibhvn) February 27, 2025