Accident

Accident: કચ્છમાં ટ્રેલર અને મિની બસની ટક્કર થયા ભયાનક અકસ્માત, 6 લોકોના મોત નીપજ્યા- અન્ય લોકોની હાલત ગંભીર

કચ્છ, 21 ફેબ્રુઆરીઃ Accident: ભુજના કેરા નજીક ટ્રેલર અને ખાનગી મિની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હોવાની જાણકારી સામે આવી રહી છે. ઘાયલોને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પશ્ચિમ કરછમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કેરા-મુન્દ્રા રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ બસમાં 40 મુસાફરો સવાર હતા.

ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 4થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને 4 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ટ્રેલર પણ અકસ્માત બાદ હાઈવેની એકબાજુ ઉતરી ગયું હતું. તો મૃતદેહો અને બેહોશ લોકોથી રોડ ભરાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Pre Paid Smart Meter: પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત, ગુજરાત ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આપી માહિતી- વાંચો વિગત

અકસ્માતની જાણકારી થતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અકસ્માતને લઇ દુઃખ વ્યક્ત કરતા એક્સ પર લખ્યું છે કે, “કચ્છના કેરા-મુંદ્રા રોડ પર થયેલ વાહન અકસ્માતની કરુણ ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે. મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.”

ઉલ્લેખનીય છે કે, ભુજથી મુંદ્રા જઈ રહેલી મિની બસને ઓવરટેક કરવાની લ્હાયમાં અકસ્માત નડ્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. સીતારામ ટ્રાવેલ્સની મિની બસ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. દરમિયાન અકસ્માતને પગલે મિની બસમાં સવાર ઈજાગ્રસ્તો અને લાશો રોડ પર પથરાઈ હતી. દરમિયાન એક વ્યક્તિની લાશ કચડાઈ ગઈ હતી અને માંસના લોચેલોચા રોડ પર વેરવિખેર થયા હતા.

આ પણ વાંચોઃ CBI arrest of railway officials: રેલવે પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં CBIએ રેલવે અધિકારીઓની કરી ધરપકડ