નવી દિલ્હી, 18 ફેબ્રુઆરીઃ Delhi CM Oath Ceremony: દિલ્હીમાં ભાજપ 20 ફેબ્રુઆરીથી સત્તાની કમાન સંભાળશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે શપથ વિધિ યોજાશે. શપથ ગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે.
શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ મંચ બનાવવામાં આવશે. મંચ પર લગભગ 100થી 150 ખુરશીઓ મૂકવામાં આવશે. સામાન્ય લોકો માટે બેસવા 30,000 ખુરશીઓ મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ Chahal Dhanashree Divorce: ચહલ છૂટાછેડા લેવા ધનશ્રીને 60 કરોડ રુપિયા આપે તેવી ચર્ચા, વાંચો શું છે મામલો?
#WATCH | Delhi | Preparations underway at Ram Leela Maidan ahead of the oath ceremony of the new CM of Delhi
BJP Legislature Party meeting will be held on 19th February. The swearing-in ceremony of the Chief Minister will be held on 20th February pic.twitter.com/mTywqMcKZ3
— ANI (@ANI) February 17, 2025
દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ પોતાની સરકાર બનાવશે. હજી સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી. જેના માટે 17 ફેબ્રુઆરીના રોજ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. ભાજપના સૂત્રોએ મુખ્યમંત્રીના શપથ કાર્યક્રમની તારીખ અને સમય જાહેર કરી દીધો છે. જો કે, દિલ્હીમાં સીએમની ખુરશી કોને મળશે, તે નક્કી થયુ નથી.
દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના માટે આજે સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં શપથગ્રહણ સમારોહના ઈન્ચાર્જ વિનોદ તાવડે અને તરૂણ ચુઘ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી.
આ પણ વાંચોઃ Surat Gang Rape Case: સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા, વાંચો વિગત

