નવી દિલ્હી, 11 ફેબ્રુઆરીઃ 2 Soldiers Martyred: જમ્મુ કાશ્મીરમાં LoC નજીક IED બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, મંગળવાર બપોરે અંદાજિત 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારના બટ્ટલમાં LoC નજીક IED બ્લાસ્ટ થયો. જેમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા, જેમને સેના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાનના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે.
🛟 BreakingNews:
Indian Army Captain among two soldiers killed in an IED explosion by Kashmiri freedom fighters along LOC. pic.twitter.com/HUuMy8PrWp
— ALPHA INTEL (@Alpha_Intel24) February 11, 2025
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અખનૂર સેક્ટરમાં LoC નજીક સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેની ઝપેટમાં ત્રણ સૈનિક આવી ગયા. હુમલાની ઘટના બાદ સેનાના વધુ જવાનો પહોંચ્યા અને ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડીને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ બે બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બે શહીદ સૈનિકોમાં એક કેપ્ટન રેન્કનો અધિકારી પણ છે. IED આતંકવાદીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવ્યો હતો કે પછી LoC નજીક સેના દ્વારા લગાવવામાં આવેલી ઘૂસણખોરી વિરોધી લેન્ડલાઇન પર આકસ્મિક પગ મૂકવાને દુર્ઘટના બની તે જાણી શકાયું નથી.’
આ પણ વાંચોઃ Side Effects of Grapes: દ્રાક્ષ અનેક ગુણોથી છે ભરપૂર પણ આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઇએ

