ગાંધીનગર, 03 ફેબ્રુઆરીઃ Gift City: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ગિફ્ટ સિટીમાં INX સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ કરાવતા કહ્યું કે, નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે.
Live: GIFT સિટી ખાતે India International Exchange ના SENSEX Futures & Options Contracts ના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિતિ. https://t.co/hKpe49HYMI
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 3, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.O સરકારના વર્ષ 2025-26ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે.
ગુજરાત માટે આનંદની વાત છે કે ગાંધીનગરના GIFT સિટીમાં આજથી વધુ એક સીમાચિન્હરૂપ સુવિધા શરૂ થઈ છે.
ગિફ્ટ સિટીમાં આજે India International Exchange ના SENSEX ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓપરેશનનો શુભારંભ કરાવ્યો.
અગાઉ GIFT Nifty ના ટ્રેડિંગની શરૂઆત બાદ હવે સેન્સેક્સમાં ફ્યુચર ઓપ્શનની… pic.twitter.com/lHde4COnJu
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 3, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે તેની સરાહના કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે.

