Budget 2025

Budget 2025: બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત, ગેરંટી વિના લોન તથા ડિજિટલ ટ્રેનિંગ મળશે- વાંચો વિગત

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નાણામંત્રીએ મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી છે.

બજેટ 2025માં મહિલાઓ માટે મોટી જાહેરાત
– સરકાર સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 10,000 કરોડના યોગદાન સાથે ભંડોળની વ્યવસ્થા કરશે
– પ્રથમ વખત સરકાર 5 લાખ મહિલાઓ, SC અને ST ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

આ પણ વાંચોઃ Aero India 2025: પહેલીવાર રશિયાનું એડવાન્સ્ડ ફાઈટર જેટ ભારત આવશે, જેના કારણે આ દેશોની વધશે મુશ્કેલી

– મહિલાઓને કોઈપણ ગેરંટી વિના સરળ શરતો પર લોન મળશે. જેથી તેઓ તેમના નાના અને મધ્યમ સ્તરના વ્યવસાયો શરૂ કરી શકે. સરકારની આ યોજના હેઠળ મહિલાઓને 5 વર્ષ માટે રૂ. 2 કરોડ સુધીની ટર્મ લોનની સુવિધા મળશે. તેનાથી 5 લાખ મહિલાઓને ફાયદો થશે
– મહિલાઓને તેમના સાહસોને વિસ્તૃત કરવા માટે ડિજિટલ ટ્રેનિંગ, માર્કેટિંગ સપોર્ટ અને સરકારી યોજનાઓ સાથે જોડાવા માટેની સુવિધા પણ આપવામાં આવશે