Sanatan Board Demand

Sanatan Board Demand:સનાતન બોર્ડ દ્વારા મંદિરોને સરકારના કબ્જામાંથી મુક્ત કરાવવાની પણ માંગ કરી, જાણો શું કામ કરશે આ બોર્ડ?

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ Sanatan Board Demand: મહાકુંભમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડની માંગ કરવામાં આવી રહી છે. 27 નવેમ્બરે પ્રયાગરાજમાં સંતોની એક વિશાળ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડ બનાવવા અને પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય સનાતન બોર્ડ દ્વારા મંદિરોને સરકારના કબ્જામાંથી મુક્ત કરાવવાની પણ માંગ કરી હતી.

સનાતન ધર્મ સંસદની અધ્યક્ષતા કરી રહેલાં નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્યામ શરણ દેવાચાર્યએ કહ્યું કે, ‘સનાતન બોર્ડ ન ફક્ત સનાતન ધર્મની રક્ષા કરશે, પરંતુ આવનારી પેઢીઓની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરશે. તિરૂપતિ બાલાજી જેવા મંદિરમાં બહારના લોકો ઘુસણખોરી અટકાવવા અને આપણી આસ્થાને ભ્રષ્ટ કરવાથી રોકવા માટે આ બોર્ડ ખૂબ જ જરૂરી છે. એક સમયે ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂતાન જેવા દેશ સાંસ્કૃતિક રૂપે ભારત સાથે જોડાયેલા હતાં. જો આપણે કાર્યવાહી નહીં કરીએ, તો ભારત પણ હિન્દુઓના હાથથી નીકળી જશે.

27 જાન્યુઆરી, 2025 ના દિવસે પ્રયાગરાજ કુંભમાં પસાર કરવામાં આવેલાં પ્રસ્તાવ અનુસાર, આ કાયદાને સનાતન હિન્દુ બોર્ડ અધિનિયમ કહેવામાં આવશે. જેને કેન્દ્ર સરકાર સંસદમાં પસાર કરશે. સંતો અનુસાર, સનાતન હિન્દુ બોર્ડને એક સ્વતંત્ર સંસ્થાના રૂપે સ્થાપિત કરવામાં આવશે. જેનું કામ હિન્દુ મંદિરો, તેમની સંપત્તિ અને તેમના ધનની સંભાળ રાખવાનું હશે. સનાતન બોર્ડ મંદિરોમાં વૈદિક સનાતન પૂજા, પદ્ધતિ, સનાતની પરંપરા, સનાતની હિન્દુઓના ધાર્મિક અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ બોર્ડના સભ્ય ફક્ત એ જ વ્યક્તિ હશે જે હિન્દુત્વમાં વિશ્વાસ રાખશે અને સનાતન પરંપરાની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવતા હશે.

આ પણ વાંચોઃ Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી, જુઓ ફોટોઝ

શું કામ કરશે સનાતન બોર્ડ?
– સનાતન બોર્ડ મંદિરોની સંપત્તિનું મેનેજમેન્ટ કરશે.
– પ્રત્યેક મોટા મંદિર દ્વારા એક હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.
– આર્થિક રૂપે નબળાં હિન્દુ પરિવારોની મદદ કરવામાં આવશે, જેથી ધનના અભાવે થતાં ધર્મ પરિવર્તનને રોકી શકાય.
– નાના મંદિરોની આર્થિક મદદ કરવામાં આવશે.
– સનાતન બોર્ડ પૂજારીઓની નિયુક્તિ કરશે. જેમાં પરંપરાગત યોગ્યતાઓ અને ધાર્મિક જ્ઞાનના માપદંડોનું પાલન કરવામાં આવશે.
– જો કોઈ વ્યક્તિ કોઈ મંદિરની સંપત્તિ પર ગેરકાયદે કબ્જો કરે છે, તો જિલ્લા મજિસ્ટ્રેટને તાત્કાલિક કબ્જો દૂર કરવાનો આદેશ આપવાનો અધિકાર હશે.
– સનાતન મંદિરોમાં પ્રવેશનો અધિકાર નક્કી કરશે અને બોર્ડની દેખરેખમાં પણ પ્રસાદ પ્રબંધન હશે. જેથી, તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને જેવી ગડબડ થઈ તેવી ફરી ન થાય.
– સનાતન બોર્ડ વક્ફ બોર્ડ દ્વારા જબરદસ્તી કબ્જો કરવામાં આવેલી ભૂમિની મુક્તિ તેમજ ગેરબંધારણીય અધિકારોની સમાપ્તિ માટે પ્રયાસ કરશે.
– સનાતન બોર્ડ સનાતન વિરોધી ચલચિત્ર/નિવેદન/કોમેડી કરનારને દંડિત કરવા માટે કાયદાકીય પગલાં લેશે.
– મંદિર પરિસરમાં ફક્ત હિન્દુઓને કામ કરવાની મંજૂરી મળશે.

કોણ-કોણ થશે સામેલ?
1. દેશના ચારેય શંકરાચાર્યના સંરક્ષણમાં કેન્દ્રીય સનાતન બોર્ડ બનાવવામાં આવશે. જેમાં 11 સભ્ય હશે.
2. આ 11 સભ્યમાંથી 4 સભ્ય ચાર પ્રમુખ જગદગુરૂ હશે. 3 સભ્ય સનાતની અખાડાના પ્રમુખ હશે. એક સંરક્ષક મંડળ દ્વારા નામાંકિત કરવામાં આવશે. 3 સભ્ય પ્રમુખ સંત/કથાકાર અથવા ધર્માચાર્ય હશે.
3. આ સિવાય સનાતન બોર્ડનું એક સહયોગી મંડળ હશે, જેમાં 11 સભ્ય હશે. તેમાં 2 સૌથી મોટા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિ, પ્રમુખ કથાકાર, મંદિર અને ગૌશાળા સાથે જોડાયેલા પ્રમુખ વ્યક્તિ હશે.
4. આ સિવાય સનાતન બોર્ડનું એક સલાહકાર મંડળ હશે. જેમાં સેવાનિવૃત ન્યાયાધીશ, નિવૃત IAS, મીડિયા ક્ષેત્રના સનાતની, શિક્ષાવિદ, સામાજિક કાર્યકર્તા સામેલ થશે.

આ પણ વાંચોઃ Coldplay concert: કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાઈવ પરફોર્મ્સની સાથે ક્રિસ માર્ટિને જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત ગાયું, જુઓ વીડિયો