Neeraj Chopra Marriage

Neeraj Chopra Marriage: નીરજ ચોપરા લગ્ન બંધનમાં જોડાયા, જાણો કોણ છે ગોલ્ડન મેનની ધર્મ પત્ની!

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ Neeraj Chopra Marriage: ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

આ પણ વાંચોઃ Bigg Boss 18 winner: કરણવીર મહેરા બન્યો ‘બિગ બોસ 18’ ના વિજેતા, ટ્રોફીની સાથે મળ્યા 50 લાખ રુપિયા!

નીરજે 19 જાન્યુઆરી, રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નના 3 ફોટા શેર કરીને પોતાના ચાહકોને આ વાતની માહિતી આપી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં નીરજે લખ્યું છે કે, જીવનનો એક નવા અધ્યાય શરૂઆત કરી છે. નીરજની પત્નીનું નામ હિમાની છે.

નીરજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નનો ફોટો શેર કર્યો હતો જેમાં તેની પત્ની હિમાની સ્ટેજ પર બેઠી છે અને પરિવારના થોડા જ સભ્યો જોવા મળી રહ્યા છે. તેણે તેની માતા સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો.

આ પણ વાંચોઃ Attack on Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ પર હુમલો, AAPનો ભાજપ નેતા પર મોટો આરોપ- વાંચો વિગત