નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ Attack on Kejriwal: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલાં હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. AAP દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને બાદમાં તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
— AAP (@AamAadmiParty) January 18, 2025
આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, ‘ભાજપ હારના ડરથી ભાન ભૂલી ગઈ છે. ભાજપે પોતાના ગુંડાને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે. ભાજપ ઉમેદવાદ પ્રવેશ વર્માએ ગુંડાઓને ચૂંટણી પ્રચાર સમયે અરવિંદ કેજરીવાલ પર ઈંટ-પથ્થરથી હુમલો કરી તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ પ્રચાર ન કરી શકે. ભાજપ વાળાઓ… તમારા આ કાયરતાપૂર્વક હુમલાથી કેજરીવાલ ડરવાના નથી, દિલ્હીની જનતા તમને વળતો જવાબ આપશે.’
सवाल पूछती जनता पर @ArvindKejriwal ने अपनी गाड़ी से 2 युवाओं को मारी टक्कर ।दोनों को लेडी हार्डिंग हॉस्पिटल ले कर गए हैं । हार सामने देखकर लोगों की जान की क़ीमत ही भूल गए ।
मैं हॉस्पिटल जा रहा हूँ । pic.twitter.com/IntWoqMCDP— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 18, 2025
આ દરમિયાન ભાજપે વળતો પ્રહાર કર્યો છે. નવી દિલ્હી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે, ‘કેજરીવાલની કાળા રંગની કાર અમારા કાર્યકર્તાઓને કચડીને ગઈ છે. અમારા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે અને હું તેના ખબર-અંતર લેવા લેડી હાર્ડિંગ જઈ રહ્યો છું. છેલ્લાં 11 વર્ષથી દિલ્હીમાં જે સરકાર ચાલી રહી છે, તેણે દિલ્હીમાં ન ફક્ત ભ્રષ્ટાચાર ફેલાવ્યો, પરંતુ દિલ્હીને બર્બાદ પણ કરી દીધી. આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરૂ છું કે, તમારે દિલ્હીને બચાવવાની છે, 11 વર્ષમાં યમુના ન ફક્ત ગંદી થઈ છે, પરંતુ ગટર જેવી બની ગઈ છે.
કેજરીવાલ પર હુમલાને લઈને દિલ્હી પોલીસે કહ્યું કે, તેમના પર કોઈ હુમલો નથી થયો. લાલ બહાદુર સદનમાં અરવિંદ કેજરીવાલની એક પબ્લિક મીટિંગ હતી. જેમાં ભાજપના અમુક સવાલ પૂછવા આવ્યા હતાં. આ દરમિયાન બંને તરફથી નારાબાજી થઈ. પોલીસે બંનેને દૂર કરી દીધા હતાં.
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં તલવાર સાથે અસામાજિક તત્ત્વોનો આતંક, વાહનોને પણ કર્યુ નુકસાન- વાંચો વિગત

