અમદાવાદ, 07 જાન્યુઆરી: Cold Weather: ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઈ રહી છે. આ સાથે આગામી દિવસોમાં એક સિસ્ટમને કારણે વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો અહીં થોડા દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં કેવા ફેરફાર અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે.દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાન 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જે બાદ આગામી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Asaram Bail Granted: સુપ્રીમ કોર્ટે આશારામના જામીન કર્યા મંજૂર, જેલમાંથી બહાર આવીને કરવુ પડશે આ શરતોનું પાલન
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે 13 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે આપેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. નલિયામાં 6.2 ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજમાં 11, કંડલા એરપોર્ટ પર 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આ સાથે રાજકોટમાં 9.8 ડિગ્રી, કેશોદમાં 11.4, પોરબંદરમાં 13, અમરેલીમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 13.6, ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 14 અને સુરતમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે સવારે કચ્છ ઠંડુગાર રહ્યું હતું. અબડાસામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અબડાસામાં થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાલુકાના કાળાતળાવમાં પડેલી બાઇક પર બરફની ચાદર જોવા મળી હતી. ખેતરમાં પડેલા બાઇક પર બરફની ચાદર છવાતા લોકોમાં અચરજ ફેલાયું હતું.
આ પણ વાંચોઃ Rapido Service: અમદાવાદમાં રેપિડો સેવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો, જાણો શું છે કારણ ?

