નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ HMPV Case in India: દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઈરસના કેસ ત્રણેક ભારતમાં પણ નોંધાયા છે. કર્ણાટકના બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ અને ત્રણ મહિનાના બાળકોમાં આ વાઈરસના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ, અમદાવાદમાં પણ છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાના બાળકનો શંકાસ્પદ કેસ નોંધાયો છે.
કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV)ના બે કેસ શોધી કાઢ્યા છે. બંને કેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓ પર નિયમિત દેખરેખ રાખવા દરમિયાન કરવામાં આવી હતી, જે દેશભરમાં શ્વસન સંબંધિત બીમારીઓથી દેખરેખ માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોનો ભાગ જ છે.
#BigBreaking 3 cases of HMPV Virus reported in India so far, two in Bengaluru and one in Ahmedabad. 2 month old baby found affected with this virus and under treatment #HMPV pic.twitter.com/gY7vLvMiXZ
— Prachi Sharma (@654Parchi) January 6, 2025
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ‘અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ નથી કર્યો. એક ખાનગી હોસ્પિટલમાં આ વાઈરસના કેસની પુષ્ટિ થઈ છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ શંકા કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાઈરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.’
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચોઃ PMJAY Scheme: દર્દીઓ માટે મોટી સુવિધા, PMJAY-મા યોજના માટે હેલ્પલાઈન નંબર જાહેર- આરોગ્યમંત્રીએ આપી માહિતી

