PMJAY Scheme

PMJAY Scheme: દર્દીઓ માટે મોટી સુવિધા, PMJAY-મા યોજના માટે હેલ્પલાઈન નંબર જાહેર- આરોગ્યમંત્રીએ આપી માહિતી

ગાંધીનગર, 04 જાન્યુઆરીઃ PMJAY Scheme: ખ્યાંતિકાંડ બાદ પીએમજેએવાય યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે.

આ પણ વાંચોઃ New Rule For Teenager: સરકારનો નવો નિયમ હવે ટીનેજરે સોશિયલ મીડિયા પર પેરન્ટ્સની મંજૂરી વગર એકાઉન્ટ નહીં બનાવી શકે- વાંચો વિગત

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે “PMJAY-મા” યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં “આયુષ્માન કાર્ડ” હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92277 23005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું’.

ઉલ્લેખનીય છે કે પીએમજેએવાય યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો/ 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હૉસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Road Accident: ગુજરાત સાબરકાઠાં અને દેવભૂમિ દ્વારકા બંને સ્થળે થયા મોટા અકસ્માતમાં 20 ઈજાગ્રસ્ત, વાંચો સમગ્ર ઘટના