Flower Show 2025

Flower Show 2025: આજથી અમદાવાદ ખાતે ફ્લાવર શોનો શુભારંભ, QR કોડ સ્કેન કરીને ફૂલ-સ્કલ્પચરની ઓડિયોમાં મળશે માહિતી

અમદાવાદ, 03 જાન્યુઆરીઃ Flower Show 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. ત્યારે આજ એટલે કે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારા ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’નો શુભારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ફ્લાવર શૉનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.

અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નો આજથી પ્રારંભ થઇ ગયો છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શૉમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે. જેમાં ફ્લાવર શૉ જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.

આ પણ વાંચોઃ TMC Leader Shot: TMC નેતાની જાહેરમાં ગોળી મારી થઇ હત્યા, મમતા બેનરજીના નજીકના વ્યક્તિ હતા- CCTVમાં ઘટના કેદ

અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું કે, ‘આ વર્ષના ફ્લાવર શૉને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ફ્લાવર શૉમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શૉનું ઉદ્ધાટન કરાશે.’

ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Armaan Malik Wedding: પ્લેબેક સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે કર્યા લગ્ન, તસ્વીરો જોઇ ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા