ICC Punishes Kohli

ICC Punishes kohli:ICCએ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, સસ્પેન્શનમાંથી બચી ગયો વિરાટ- વાંચો શું છે મામલો?

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 ડિસેમ્બર : ICC Punishes kohli: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વિરાટ કોહલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે સેમ કોન્સ્ટાસને ખભો ટકરાવવા બદલ તેની મેચ ફીના 20% દંડ અને એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ ઘટના બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે (26 ડિસેમ્બર) બની હતી.

એટલે કે આ નિર્ણયને કારણે કોહલી સસ્પેન્શનમાંથી બચી ગયો છે. કોહલીને ICC આચાર સંહિતા (CoC)ની કલમ 2.12 માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ અંતર્ગત ક્રિકેટમાં કોઈપણ પ્રકારના અયોગ્ય શારીરિક સંપર્ક પર પ્રતિબંધ છે. જો ખેલાડીઓ ઈરાદાપૂર્વક/અવિચારી રીતે અન્ય કોઈ ખેલાડી અથવા અમ્પાયરને ટક્કર મારે છે અથવા તેની સાથે દોડે છે, તો તેમને દંડ અથવા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Protest For scholarship:ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનું વિરોધ, શિષ્યવૃતિ ફરી શરુ કરવાની કરવાની થઇ રહી છે માંગ

આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી અને 11મી ઓવર વચ્ચેના બ્રેક દરમિયાન બની હતી. ત્યારબાદ સેમ કોન્સ્ટાસ જ્યારે ભારતીય ખેલાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોહલીના ખભા પર વાગ્યો હતો. કોન્સ્ટેસને આ બિલકુલ પસંદ ન આવ્યું અને તેણે કોહલીને કંઈક કહ્યું. અમ્પાયર અને ઉસ્માન ખ્વાજે કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો.

MCG ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

MCG ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ E-Pan card: તમને ઈ-પાન કાર્ડનો ઈમેલ મળે તો થઇ જજો એલર્ટ! નહીં તો તમારી સાથે પણ થઇ શકે છે છેતરપિંડી